પાક. જોડે વાત ત્યારે જ થશે જ્યારે આતંકીઓ પર કાર્યવાહી થાય

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પાક. જોડે હવે વાત ત્યારે જ થશે જ્યારે આતંકીઓ પર કાર્યવાહી થાય

પાક. જોડે હવે વાત ત્યારે જ થશે જ્યારે આતંકીઓ પર કાર્યવાહી થાય

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે સાફ કર્યું છે કે પાકિસ્તાન જોડે કોઇ પણ પ્રકારની વાતચીત કરવી ત્યારે જ શક્ય બનશે જ્યારે પાકિસ્તાન પઠાણકોટમાં સામેલ આંતકીઓનેની વિરુદ્ધ કડક પગલા લે. જો કે તેમણે એમ પણ કહ્યું કે પાક દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસથી ભારત સંતુષ્ટ છે.

ડોભલેએ કહ્યું પઠાણકોટ મામલે આપણે ફ્રાંસ પાસેથી શીખવું જોઇએ

ડોભલેએ કહ્યું પઠાણકોટ મામલે આપણે ફ્રાંસ પાસેથી શીખવું જોઇએ

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભલે એક ઇન્ટવ્યૂ દરમિયાન કહ્યું કે ફ્રાંસમાં જે રીતે આતંકી હુમલા બાદ કોઇ પણ પ્રેસ કે રાજનૈતિક પાર્ટી સરકારની આલોચના નહતી કરી તે રીતે ભારતે પણ શીખવું જોઇએ. જો કે તેમણે ગુપ્તચર સંસ્થાની અક્ષમતાની વાત સ્વીકારી પણ સાથે જ કહ્યું કે તેની આલોચના કરવાથી આપણા જ સૈન્ય અને લોકોનો આત્મવિશ્વાસ ઓછો થશે.

મહેબૂબા મુફ્તીને મળવા પહોંચ્યા સોનિયા અને ગડકરી

મહેબૂબા મુફ્તીને મળવા પહોંચ્યા સોનિયા અને ગડકરી

રવિવારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મહોમ્મદ સઇદીની રસ્મે ચહારુમ થઇ. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભાજપના નેતા ગડકરી હાજર રહ્યા. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં હાલ રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે અને નવી સરકારને લઇને પીડીપી અને ભાજપ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. ભાજપે પીડીપીને પોતાનો મુખ્યમંત્રીનું નામ જાહેર કરવાનું કહ્યું છે જે બાદ જ કોઇ પણ પ્રકારની ચર્ચા કરવાની વાત કરી છે.

માલદા હિંસા મામલે ભાજપની ત્રણ સદસ્યોની ટીમની થઇ અટક

માલદા હિંસા મામલે ભાજપની ત્રણ સદસ્યોની ટીમની થઇ અટક

માલદામાં થયેલી કોમી હિંસા બાદ આજે તનાવગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવેલ ભાજપની ત્રણ સદસ્યોની ટીમની પોલિસે અટક કરી છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ ભુપેન્દ્ર યાદવ, સાંસદ એસએસ અહલૂવાલિયા અને બીડી રામનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળના માલદામાં પાછલા એક અઠવાડિયાથી કોમી હિંસાના કારણે રમખાણો થઇ રહ્યા છે.

પાટીદાર અનામત આંદોલન સરકારે બતાવી નરમાઇ 250 કેસ લેશે પાછા

પાટીદાર અનામત આંદોલન સરકારે બતાવી નરમાઇ 250 કેસ લેશે પાછા

નિતીન પટેલ અને પાટીદાર નેતા જયરામ પટેલની મધ્યક્ષતામાં બાદ મુખ્યમંત્રી આનંદીબેને પહેલા પણ 75 કેસ પાછા લેવાની વાત કરી હતી. અને હવે તેમણે અન્ય 250 જેટલા પોલિસ કેસ પાછા લેવાનું આશ્વાસન આપ્યું છે. નોંધનીય છે કે આ તેનાથી રાજદ્રોહમાં ફસાયેલા 14 નેતાઓને પણ આશિક રાહત મળશે. જે બાદ રેશમા પટેલ જે પાછલા કેટલાક દિવસથી ઉપવાસ પર છે તેમણે પણ તેમના ઉપવાસ તોડ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X