For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુમાં 70 જેટલી વ્હેલ સમુદ્ર કિનારે તડફડવા લાગી

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

તમિલનાડુમાં 70 જેટલી વ્હેલ સમુદ્ર કિનારે તડફડવા લાગી

તમિલનાડુમાં 70 જેટલી વ્હેલ સમુદ્ર કિનારે તડફડવા લાગી

સોમવારે તમિલનાડુના તૂતીકોરિનમાં દરિયા કિનારે અચાનક જ મોટી સંખ્યામાં ફિન વ્હેલ કિનારે આવી જતા લોકોમાં ચકચાર જામ્યો. આમ પાસના ગ્રામજનો અને માછીમારોએ તેને ફરીથી પાણીમાં નાખવાનો પ્રયાસ કર્યો પણ મોટા ભાગની વહેલે તે પહેલા જ પોતાના દમ તોડી દીધો.

સ્વામી વિવેકાનંદની જયંતી, મોદી સંબોધિત કરશે રાષ્ટ્રિય યુવા મહોત્સવને

સ્વામી વિવેકાનંદની જયંતી, મોદી સંબોધિત કરશે રાષ્ટ્રિય યુવા મહોત્સવને

પ્રભાવશાળી અને વિખ્યાત આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદની આજે 153 જયંતી છે. આ નિમિત્તે દેશભરમાં અનેક જગ્યાએ કાર્યક્રમો થઇ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ટ્વિટર પર તેમની જન્મજયંતી નિમિત્તે તેમને વંદન કર્યા હતા. વધુમાં આજે તે છત્તીગઢના યુવા મહોત્સવને પણ સંબોધિત કરશે.

ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં પણ સ્થાનિક ચૂંટણીમાં ભાજપની કારમી હાર

ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં પણ સ્થાનિક ચૂંટણીમાં ભાજપની કારમી હાર

મધ્યપ્રદેશ અને ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અને કોંગ્રેસ આ ચૂંટણીમાં 107 સીટોથી આગળ છે. વધુમાં ભાજપની સહયોગી શિવસેનાને 55 સીટ અને એનસીપીને 58 સીટો મળી છે.

સુપ્રિમ કોર્ટ કહ્યું સબરીમાલા મંદિરમાં કેમ રોકવામાં આવે છે મહિલાઓને?

સુપ્રિમ કોર્ટ કહ્યું સબરીમાલા મંદિરમાં કેમ રોકવામાં આવે છે મહિલાઓને?

કેરળના વિશ્વવિખ્યાત મંદિર સબરીમાલામાં મહિલાઓના પ્રવેશબંધી પર સુપ્રિમ કોર્ટે આપેલા એક ચુકાદામાં જણાવ્યું કે કાનૂન વ્યવસ્થા મુજબ કોઇ પણ મહિલાને તેના આરાધ્યના મંદિરમાં પ્રવેશવા માટે ના રોકી શકાય ભલે તે કોઇ પણ આયુવર્ગની કેમ ના હોય. નોંધનીય છે કે યંગ લોયર્સ એસોસિયેશન દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે સબરીમાલા ટ્રસ્ટને આ અંગે જવાબ આપવાનું કહ્યું હતું.

એર ઇન્ડિયાની ફ્લાઇટ હોય તો તમારે 3 કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે

એર ઇન્ડિયાની ફ્લાઇટ હોય તો તમારે 3 કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે

પઠાણકોટ એરબેઝ પર હુમલા બાદ સાવધાનીના કારણોસહ એરઇન્ડિયાએ પોતાના યાત્રીઓને અપીલ કરી છે કે તે સુરક્ષા તપાસ યોગ્ય રીતે થાય તે માટે ફલાઇટ ઉપડવાના 3 કલાક પહેલા એરપોર્ટ પહોંચે. નોંધનીય છે કે આંતરાષ્ટ્રિય યાત્રીઓ માટે છે.

ગુજરાતમાં મોદીની પતંગ સાથે હાર્દિક પટેલની પતંગની પણ માંગ વધી

ગુજરાતમાં મોદીની પતંગ સાથે હાર્દિક પટેલની પતંગની પણ માંગ વધી

ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો વાળી પતંગોની બોલબાલાની સાથે જ પાસ કન્વીનર હાર્દિક પટેલના નામ વાળી પતંગોની પણ ભારે માંગ છે. વળી પટેલો આવી પતંગો દ્વારા ઉત્તરાયણ દરમિયાન આકાશમાં હાર્દિક પટેલ અને મોદીની પતંગ વચ્ચે ટક્કર જરૂર કરશે.

બાલાસિનોરમાં ક્ષત્રિય સમાજનું આંદોલન વિક્રમ ઠાકોરની હાજરી

બાલાસિનોરમાં ક્ષત્રિય સમાજનું આંદોલન વિક્રમ ઠાકોરની હાજરી

સોમવારે બાલાસિનોરના દેવ ગામ ખાતે ક્ષત્રિય સમાજના સંમેલનમાં ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરની સાથે ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર અને અન્ય કલાકારોએ હાજરી આપી ક્ષત્રિય સમાજની તાકાત લોકોને બતાવી હતી. આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે વ્યસન મુક્તિની વાત પર પણ ભાર મૂક્યો હતો.

સૈફઇમાં અખિલેશની દિકરી ગાયુ ગીત તો રણવીર, કરીના લગાવ્યા ઠુમકા

સૈફઇમાં અખિલેશની દિકરી ગાયુ ગીત તો રણવીર, કરીના લગાવ્યા ઠુમકા

ઇટવામાં ચાલી રહેલા સૈફઇ મહોત્સવમાં અનેક બોલીવૂડ સ્ટારે હાજરી આપી હતી. રણવીર સિંહ, પરણિતી ચોપડા, કરીના કપૂર અને અર્જૂન કપૂર સમેત સોનમ કપૂરે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તો બીજી તરફ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પુત્રી અદિતી યાદવે પણ એક અંગ્રેજી ગીત ગાઇને લોકોને ખુશ કરી દીધા હતા.

22 વર્ષની પ્રિસિલા સોલો સાઇકલિંગ કરી પહોંચી પનવેલથી કન્યાકુમારી

22 વર્ષની પ્રિસિલા સોલો સાઇકલિંગ કરી પહોંચી પનવેલથી કન્યાકુમારી

કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલ પાસે ફોટો પડાવી રહેલી 22 વર્ષીય પ્રિસિલા ધનજંય મદન તે કરી બતાવ્યું છે જે માટે અદ્મય સહાસ અને ઇચ્છા શક્તિ જોઇએ. તેણે એકલી સાઇકલિંગ કરીને મહારાષ્ટ્રના પનવેલથી કન્યાકુમારી સુધીનો 1,800 કિલો મીટરનો રસ્તો પસાર કરીને તેના અદ્ધભૂત સહાસને બતાવ્યું છે.

વીડિયો વાયરલ થતા મહિલાઓને છેડતા અ'વાદના પોલિસકર્મીની થઇ ધરપકડ

વીડિયો વાયરલ થતા મહિલાઓને છેડતા અ'વાદના પોલિસકર્મીની થઇ ધરપકડ

થોડાક દિવસ પહેલા સોશ્યલ મીડિયા પર એક પોલિસકર્મી દ્વારા મહિલાઓની છેડતીનો એક વીડિયો વાયરલ થયો હતો. તે બાદ કાંકરિયા કાર્નિવલ કાર્યક્રમમાં મહિલા સાથે છેડછાડ કરતા દાણીલીમડા પોલિસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રામસિંગ વલવાઇનું નામ બહાર આવતા તેમની મણિનગર પોલિસે ધરપકડ કરી છેડતીનો ગુનો નોંધ્યો છે.

English summary
January 12: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X