For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરલિફ્ટ દેખવા ગયા કેજરીવાલ, લોકો લગાવ્યા મોદી મોદીના નારા

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પદ્મ પુરસ્કારોની થઇ જાહેરાત રજનીકાંત સમચે 8 લોકો મળ્યું પદ્મ વિભૂષણ

પદ્મ પુરસ્કારોની થઇ જાહેરાત રજનીકાંત સમચે 8 લોકો મળ્યું પદ્મ વિભૂષણ

સોમવારે ભારત સરકારે પદ્મ એવોર્ડસની જાહેરાત કરી. આ વખતે 118 હસ્તીઓને આ સન્માન અપાશે જેમાં ધીરુભાઇ અંબાણીથી લઇને રજનીકાંતના નામ પણ સમાવેશ થયો છે. પદ્મ વિભૂષમ એવોર્ડથી અનુપમ ખેર, રજનીકાંત, ઉદિત નારાણય, ધીરુભાઇ અંબાણી, રામોજી રાવના નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો પદ્મ ભૂષણમાં સાયના નેહવાલ, સાનિયા મિર્ઝા જેવા જાણીતા નામો હાજર છે. અને પદ્મ શ્રીમાં અજય દેવગણ, પ્રિયંકા ચોપડા અને મધુર ભંડારકરના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જાણીતી ગુજરાતી અભિનેત્રી પદ્મા રાણીનું નિધન

જાણીતી ગુજરાતી અભિનેત્રી પદ્મા રાણીનું નિધન

બાએ મારી બ્રાઉન્ડ્રી જેવા નાટકો કરનાર અને નરસૈયાની હુંડી જેવી ફિલ્મોમાં દમદાર અભિનય કરનાર જાણીતા ગુજરાતી અભિનેત્રી પદ્મા રાણીનું આજે નિધન થયું છે. લાંબી બિમારી બાદ તેમનું નિધન થયું છે.

ISISને ખતમ કરવા માટે કરશું દરેક પ્રયાસ: ઓલાંદ

ISISને ખતમ કરવા માટે કરશું દરેક પ્રયાસ: ઓલાંદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંન્સના રાષ્ટ્રપતિ ઓલાંદ વચ્ચે હાલ હૈદરાબાદ હાઉસમાં વાતચીત ચાલી રહી છે. વધુમાં સોમવારે બન્ને દેશોના પ્રમુખોએ મહત્વના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા છે. વધુમાં આતંકવાદ વિષે બોલતા ઓલાંદ જણાવ્યું હતું કે આતંકવાદને ખતમ કરવા માટે અમે દરેક પ્રકારનો પ્રયાસ કરીશું.

ઐશ્વર્યા રાય બચ્ચનને મળ્યું ફ્રાંસીસી રાષ્ટ્રપતિ સાથે લંચનું નિમંત્રણ

ઐશ્વર્યા રાય બચ્ચનને મળ્યું ફ્રાંસીસી રાષ્ટ્રપતિ સાથે લંચનું નિમંત્રણ

જાણીતા બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને ફ્રાંસીસી રાજદૂત ફ્રાંસવા રિચિયર તરફથી એક ખાસ આમંત્રણ મળ્યું છે જે બાદ તે ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદ જોડે ગણતંત્ર દિવસે લન્સ કરશે. નોંધનીય છે કે આ આમંત્રણ મેળવનાર ઐશ્વર્યા એક માત્ર બોલીવૂડ અભિનેત્રી છે.

હૈદરાબાદ પછી વિજયવાયા અને ચેન્નઇમાં પણ બે છાત્રો કરી આત્મહત્યા

હૈદરાબાદ પછી વિજયવાયા અને ચેન્નઇમાં પણ બે છાત્રો કરી આત્મહત્યા

દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો કિસ્સો બંધ થવાનું નામ નથી લેતો. હૈદરાબાદ યુનિવર્સિટીના છાત્ર રોહિત વેમૂલાની મોત બાદ ચેન્નઇ અને વિજયવાડામાં પણ બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. ચેન્નઇના અન્ના યુનિવર્સિટીના એન્જીનિયરીંગ વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે તો વિજયવાડામાં પણ એક એન્જીનિયરીંગ વિદ્યાર્થીએ આત્મહત્યા કરવાના ખબર આવ્યા છે.

અમિત શાહ ફરી બન્યા પ્રદેશ અધ્યક્ષ

અમિત શાહ ફરી બન્યા પ્રદેશ અધ્યક્ષ

રવિવારે દિલ્હીમાં અમિત શાહ ફરીથી બીજેપી અધ્યક્ષ તરીકે ચૂંટાઇ આવ્યા બાદ ભવ્ય સમારંભ રાખવામાં આવ્યો હતો. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમિત શાહને શુભેચ્છા પાઠવી હતી. જો કે આ સમારંભમાં લાલ કૃષ્ણ અડવાણી સચૂક ગેરહાજરી નજરે પડી હતી.

એરલિફ્ટ દેખવા ગયા કેજરીવાલ, લોકો લગાવ્યા મોદી મોદીના નારા

એરલિફ્ટ દેખવા ગયા કેજરીવાલ, લોકો લગાવ્યા મોદી મોદીના નારા

કુવેત ઓપરેશન પર બની ફિલ્મ એરલિફ્ટને જોવા જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગાજિયાબાદના વૈશાલી થિયેટર પહોંચ્યા ત્યારે હોલમાં પ્રવેશતાંજ લોકો જોર જોરથી મોદી-મોદીના નારા લગાવવા લાગ્યા. જો કે થોડી અસમંજસમાં પડ્યા પછી આ બન્નેએ આ બાબતે કોઇ પ્રતિક્રિયા ના આપી.

ઓબામા જ્યારે આપ્યો ઠપકો તો શરીફની ઉડી ઊંધ

ઓબામા જ્યારે આપ્યો ઠપકો તો શરીફની ઉડી ઊંધ

રવિવારે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પાકિસ્તાનને ફટકાર લગાવી તો પાકિસ્તાનને તેના નાક નીચે મોટા થઇ રહેલા આતંકવાદીને યાદ તાજી થઇ ગઇ. અમેરિકાએ પઠાણકોટ મામલે જલ્દી જ ઠોસ પગલા લેવાની વાત ઉચ્ચારતા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ ત્વરીત જ આ મામલે પગલા ઉઠાવવાની વાત કરી.

26 જાન્યુઆરી ક્ષત્રિય યોજશે જીએમડીસી પર વ્યસનમુક્તિ મહાકુંભ

26 જાન્યુઆરી ક્ષત્રિય યોજશે જીએમડીસી પર વ્યસનમુક્તિ મહાકુંભ

ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અમદાવાદમાં 26મી જાન્યુઆરી વ્યસનમુક્તિ મહાકુંભ યોજવામાં આવવાનો છે. વળી આ પ્રસંગે એક રીતે ઠાકોર સમાજ 2017માં તેમની રાજકારણની દિશા પણ નક્કી કરશે તેવું આ કાર્યક્રમના આયોજન અલ્પેશ ઠાકરે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ મહાકુંભ દ્વારા અમે ગુજરાતને વ્યસન મુક્ત કરવા ઇચ્છીએ છીએ. નોંધનીય છે કે આ મહાકુંભ માટે તંત્રએ પણ ચાંપતી સુરક્ષા વ્યવસ્થા કરી રાખી છે.

English summary
January 25: Read today's top news in pics. Latest news about indian politics. Latest News About Arvind kejriwal, narendra modi, rahul gandhi, sonia gandhi, hardik patel, etc.. in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X