For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંડિત નહેરુના જન્મદિન પર પીએમ મોદી, સોનિયા ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

આજે ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે જેને સમગ્ર રાષ્ટ્ર બાળદિવસ તરીકે મનાવે છે.

|
Google Oneindia Gujarati News

આજે ભારતના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે જેને સમગ્ર રાષ્ટ્ર બાળદિવસ તરીકે મનાવે છે. આ પ્રસંગે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે તેમના સમાધિ સ્થળ શાંતિવન જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વળી, પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ પંડિત નહેરુને તેમની જયંતિના દિવસે યાદ કર્યા.

આ પણ વાંચોઃ સિંગાપુરમાં ફિનટેક ફેસ્ટિવલમાં પીએમઃ 'સરકારે બદલ્યા 130 કરોડ લોકોના જીવન'આ પણ વાંચોઃ સિંગાપુરમાં ફિનટેક ફેસ્ટિવલમાં પીએમઃ 'સરકારે બદલ્યા 130 કરોડ લોકોના જીવન'

પંડિત નહેરુની આજે જયંતિ

પંડિત નહેરુની આજે જયંતિ

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા લખ્યુ, દેશના પ્રથમ પ્રધાનમંત્રીને સ્મરણ, આ પ્રસંગે સ્વતંત્રતા સંગ્રામ અને પ્રધાનમંત્રી પદ પર રહેવા દરમિયાન તેમના યોગદાનને યાદ કરી રહ્યો છુ.

પીએમ મોદી અને સોનિયા ગાંધી સહિત ઘણા નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

વળી, આ ખાસ દિવસે Google એ પણ પોતાના અંદાજમાં સેલિબ્રેટ કર્યુ છે. તેમણે Doodle બનાવીને બાળકોને બાળદિવસની શુભકામનાઓ પાઠવી છે અને બધાના પ્રિય ચાચા નહેરુને યાદ કર્યા.

બાળ દિવસ રૂપે મનાવાય છે નહેરુનો જન્મદિવસ

ઉલ્લેખનીય છે કે 14 નવેમ્બર, 1898ના રોજ અલાહાબાદમાં જન્મેલા નહેરુને બાળકો પ્રત્યે ખૂબ લગાવ હતો એટલા માટે 1964માં નહેરુના નિધન બાદ એ નિર્ણય લેવામાં આવ્યો કે 14 નવેમ્બરને બાળદિવસ તરીકે મનાવવામાં આવે.

આધુનિક ભારતના નિર્માતા હતા ચાચા નહેરુ

તમને જણાવી દઈએ કે બાળકો વચ્ચે ચાચા નહેરુના નામથી જાણીતા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ એક એવા વ્યક્તિ હતા જેમણે સ્વતંત્ર ભારતનું જે સ્વરુપ આજે આપણી સમક્ષ હાજર છે તેની આધારશિલા મૂકી હતી. આધુનિક ભારતના નિર્માણનો રસ્તો બનાવવા સાથે તેમણે દેશના ભાવિ સામાજિક સ્વરૂપનો નમૂનો પણ બનાવી દીધો હતો. વિશ્વપટલ પર ભારત આજે પોતાના જે મૂલ્યો અને આદર્શો માટે જાણીતુ છે તેને સ્વરૂપ આપવાનું શ્રેય એક હદ સુધી જવાહરલાલ નહેરુને અપાવુ જોઈએ.

આ પણ વાંચોઃ ભાજપને ખતરનાક કહેનાર રજનીનો યુટર્ન, 'એકની સામે બધા એકજૂટ તો તાકાતવાન કોણ?'આ પણ વાંચોઃ ભાજપને ખતરનાક કહેનાર રજનીનો યુટર્ન, 'એકની સામે બધા એકજૂટ તો તાકાતવાન કોણ?'

English summary
jawaharlal nehru birth anniversary today, political leaders pay tribute to india's first pm, children's day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X