જયલલિતાનું નિધન, રાતે 11:30 લીધા અંતિમ શ્વાસ

Posted By:
Subscribe to Oneindia News

તમિલનાડુના મુખ્યમંત્રી તેવા જે.જયલલિતાએ સોમવાર રાતે 11:30 અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી સમગ્ર તમિલનાડુ શોકમય બન્યું છે. નોંધનીય છે કે રવિવારે તેમને હાર્ટ અટેક આવ્યો હતો. તે પછી સોમવાર સાંજથી તેમની સ્થિતિ ખૂબ જ નબળી હતી. તેમને અપોલો હોસ્પિટલમાં લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. જો કે તે બાદ મોડી રાતે તેમના નિધનની જાહેરાત કરવામાં આવી છે. તેમના નિધનથી સમગ્ર તમિલનાડુ શોકમય બન્યુું છે.

jaya

નોંધનીય છે કે 68 વર્ષીય જયલલિતા પાછલા 77 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી. વળી સોમવાર સાંજથી જ તેમની મોત વિષે અટકળો કરવામાં આવી રહી હતી. જો કે જયલલિતાના નિધન બાદ રાજ્યમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ બની રહે તે માટે મુખ્યમંત્રી અવાસ સ્થાને ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જયાના નિધન પર શ્રદ્ધાજંલિ અર્પી છે.

English summary
jayalalithaa passea away after a long fight at apollo hospital.
Please Wait while comments are loading...