For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયલલિતાને સજા મળતાં 6 લોકો કરી આત્મહત્યા, 10ના હાર્ટ એટેકથી મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

jayalalithaa
ચેન્નઇ: એઆઇએડીએમકે ચીફ અને તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાને કરપ્શન કેસમાં 4 વર્ષની સજા સંભળાવવામાં આવતાં તેમના સમર્થક આધાતમાં સરી પડ્યા છે. અત્યાર સુધી 19 વર્ષની એક કોલેજીયન વિદ્યાર્થી સહિત 6 લોકોએ આત્મહત્યા કરી લીધી છે, જ્યારે અન્ય 10 લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં છે. આ ઉપરાંત ઘણા લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે કોર્ટનો ચૂકાદો સાંભળતાં જ 3 લોકોએ ફાંસી લગાવી દિધી હતી, એક વ્યક્તિએ આત્મદાહ કરી લીધું, એક વ્યક્તિ ચાલુ બસ આગળ કુદી પડ્યો અને અન્ય એક વ્યક્તિએ ઝેર ખાઇને જીવન ટુંકાવી દિધું છે. જયલલિતાને સજા થઇ હોવાના સમાચાર સાંભળતા 10 લોકોને આધાત પહોંચતા હાર્ટ એટેકથી મોત નિપજ્યાં છે. આ ઉપરાંત 2 અન્ય, જેમાંથી એક 12મા ધોરણની વિદ્યાર્થીની છે, આત્મદાહના પ્રયત્નમાં ખરાબ રીતે દાઝી ગઇ છે. તિરૂપુરમાં એક જયલલિતાના એક સમર્થકે પોતાની આંગળી કાપી દિધી.

પૂર્વ મુખ્યમંત્રીએ આ વર્ષે ઓગષ્ટમાં એક મહિલાને પત્ર લખ્યો હતો, જેને શ્રીલંકા સરકારની વેબસાઇટ પર જયલલિતાની આપત્તિજનક ફોટો પબ્લિશ કરવામાં આવતાં આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં જયલલિતાએ લખ્યું ભાવનાઓમાં આ રીતે ડૂબી જવું યોગ્ય નથી અને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કાયરતાપૂર્ણ છે. પરંતુ પોતાની નેતાને સજા મળવાના સમાચારથી દુખી સમર્થક અલગ-અલગ રીતે આત્મહત્યા કરી રહ્યાં છે. 19 વર્ષની એક વિદ્યાર્થીનીએ ફાંસી લગાવી જીવ ટુંકાવ્યો હતો, જ્યારે 12મા ધોરણમાં અભ્યાસ કરનાર વધુ એક વિદ્યાર્થીને પોતાને આગ ચાંપી દિધી હતી. આ વિદ્યાર્થીનીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અને ઘણા સમર્થકોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

જયલલિતાને સજા થયા બાદ કુલ 16 લોકોના જીવ એઆઇડીએમકેના નેતાઓએ કહ્યું; 'આ ઘટનાઓ દર્શાવે છે કે તે કેટલી લોકપ્રિય છે.' આ સાથે જ તેમણે પાર્ટી કાર્યકર્તાઓને અપીલ પણ કરી હતી કે તે આ પ્રકારના પગલાં ન ભરે. એઆઇએડીએમકેના મહિલા પાંખની ડેપ્યુટી સેક્રેટરીએ જણાવ્યું હતું કે ''આનાથી ખબર પડે છે કે જયલલિતા અને લોકોનો સંબંધ કેવો હતો. રાજ્યમાં દરેક તેમને પોતાની મા સમજે છે.'

English summary
At least 16 people committed suicide or died of heart attack following the conviction and sentencing of AIADMK chief J Jayalalithaa in a disproportionate assets case on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X