For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jayaprakash Naraan Jayanti: રાષ્ટ્રહિતથી ઉપર તેમના માટે કંઈ નહોતું, પીએમ મોદીએ યાદ કર્યા

લોકનાયક જયપ્રકાશ નારાયણની આજે જન્મ જંયતિ છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત કેટલાય નેતાઓએ જયપ્રકાશ નારાયણ (Jayaprakash Narayan)ને શ્રદ્ધાંજલિ અ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકનાયક જયપ્રકાશ નારાયણની આજે જન્મ જંયતિ છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત કેટલાય નેતાઓએ જયપ્રકાશ નારાયણ (Jayaprakash Narayan)ને શ્રદ્ધાંજલિ અર્પી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, હું લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જયંતી પર નમન કરું છું. તેમણે ભારતની સ્વતંત્રતા માટે બહાદુરીથી લડાઈ લડી. તેમના માટે રાષ્ટ્રહિત અને લોકોના કલ્યાણથી ઉપર કંઈ નહોતું.

jayaprakash narayan

જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું કે, "લોકનાયક જયપ્રકાશ નારાયણ દેશભક્તિ, નિર્ભિકતા અને સ્વાભિમાનના પ્રતીક છે. તેમને ના તો સત્તાનો મોહ હતો કે ના પદની લાલચ, તેમણે હંમેશા એક જનસેવક તરીકે નિસ્વાર્થ ભાવે દેશહિતમાં કામ કર્યું. કટોકટીની વિરુદ્ધ દેશને એક કરી અરાજકતા અને અન્યાયથી લડનાર મહાન નેતાને નમન."

રક્ષામંત્રી રાજનાથ સિંહે લખ્યું, 'લોકનાયક જયપ્રકાશ નારાયણની જયંતીના અવસરમાં તેમના મહાન વ્યક્તિત્વ અને કૃતિત્વને સ્મરણ અને નમન કરું છું. લોકતંત્રને સુરક્ષિત રાખવામાં તેમની જે પ્રભાવી ભૂમિકા રહી છે, તે આપણા બધા જ ભારતીયવાસીઓને આજે પ્રેરણા આપે છે. બિહારની ધરતી ધન્ય છે, જ્યાં જેપી જેવા રાષ્ટ્રનાયકનો જન્મ થયો છે.'

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 70 લાખને પારદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 70 લાખને પાર

જેપી નડ્ડા બોલ્યા- જેપીને મળવું મારું સૌભાગ્ય

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ લખ્યું, 'ભારત રત્નથી સન્માનિત જયપ્રકાશ નારાયણજીએ પોતાના ઉત્કૃષ્ટ વિચારો તથા દર્શનથી દેશને નવી દિશા આપવાનું કાર્ય કર્યું. આવા સર્વોદયી વિચારક અને માનવતાવાદી ચિંતકની જયંતી પર તેમને કોટી કોટી નમન. છાત્ર જીવનમાં આવા વિરાટ વ્યક્તિત્વનું સાનિધ્ય પ્રાપ્ત થવું મારું સૌભાગ્ય છે.'

રાષ્ટ્રીય કટોકટીને યાદ કરતાં જેપી નડ્ડાએ લખ્યું કે, 'ભારતના કાળા અધ્યાય કટોકટીમાં લોકતંત્રની રક્ષા માટે તેમના સંપૂર્ણ ક્રાંતિના આહ્વાને એક નવા યુગનું સૂત્રપાત કર્યું. તખ્ત પડી રહ્યા હતા, તાજ ઉછળી રહ્યા હતા પરંતુ જેપી લોકતંત્ર માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તેમનું સમસ્ત જીવન સંઘર્ષ અને સાધનાથી પરિપૂર્ણ રહ્યું. તેમની જયંતિ પર ભાવભીની શ્રદ્ધાંજલિ.'

English summary
Jayaprakash Naraan Jayanti: There was nothing for him above the national interest says modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X