For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એનડીએના થઇ ગયા છૂટાછેડા, નીતિશ કુમાર વિશ્વાસમત હાસલ કરી લેશે નિર્ણય

|
Google Oneindia Gujarati News

nitish kumar
પટના, 16 જૂન : બિહારના રાજકારણમાં અવનવા આરોહઅવરોહ સામે આવતા દેખાઇ રહ્યા છે. મોદીના નામે નારાજગી વ્યક્ત કરી રહેલા જેડીયૂના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે તાત્કાલિક કેબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ નીતિશ કુમારે પત્રકારોને જણાવ્યું કે 'અમે ભાજપ સાથેનો છેડો ફાડી રહ્યા છીએ અને આના માટે કેબિનેટની બેઠકમાં વિધાનસભામાં વિશેષ સત્રમાં વિશ્વાસમત લાવશે.'

શરદ યાદવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 'અમારું ગઠબંધન એનડીએ 17 વર્ષથી હતું. જેને અટલ બિહારી વાજપેઇ અને અડવાણી જેવા નેતાઓએ તેની સ્થાપના કરી હતી. આ 17 વર્ષોમાં ઘણા પ્રકારની રાજનીતિ આવી. અમે હંમેશા પાર્ટીના એજન્ડા પ્રમાણે ચાલવાની કોશિશ કરી છે. પરંતુ છેલ્લા છ-સાત મહિનાથી ભાજપ અને જેડીયૂનો સમન્વય બગડ્યો છે. બીજેપી પોતાના સિદ્ધાંતોથી ડગી છે, અને તેની અસર બિહાર પર પડી રહી છે. ગઠબંધન યારી અને દોસ્તીથી ચાલે છે. તેમના એક સેક્રેટરીએ એવું કહ્યું હતું કે તેમના પાર્ટીના મુદ્દામાં અયોધ્યા મંદિર હજી પણ છે. જે અમારી પાર્ટીના એજન્ડાની વિરુદ્ધ છે. આ પરિસ્થિતિ અમારા માટે અને તેમની પાર્ટી માટે યોગ્ય નથી. માટે એક રીતે આજથી અમારો રસ્તો અલગ અલગ થાય છે.

નીતિશ કુમારે જેડીયૂ અને બીજેપીના અલગ પત્રકારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું દીધું કે 'અડવાણી અને અટલ બિહારી વાજપેઇએ અમારી સાથે જે સિદ્ધાંતો થકી સંબંધ જોડ્યો હતો, તે હવે જોવા મળી નથી રહ્યો. તેમની પાર્ટી પોતાના એજન્ડાથી ભટકી રહી છે. જેની અસર બિહારના વિકાસકાર્યો પર પડી રહી છે. બીજેપી પોતાના એજન્ડા પ્રમાણે ચાલી રહી ન્હોતી માટે અમારે જબરદસ્તી આ નિર્ણય કરવો પડી રહ્યો છે.'

નીતિશ કુમારે એવું પણ જણાવ્યું કે 'અમે બેઠકમાં બીજેપીમંત્રીઓને પણ બોલાવ્યા હતા, પરંતુ તેમણે આવવાનું કહીને આવ્યા નહીં. મારી સુશીલકુમાર મોદી સાથે ફોન પર વાત પણ થઇ પરંતુ તેમણે આવવાની ના કહી દીધી હતી. માટે કેબિનેટ દ્વારા વિધાનસભામાં 19 જૂનના રોજ વિશેષ સત્ર બોલાવીને વિશ્વાસ મત લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.' નીતિશ કુમારે જણાવ્યું કે 'અમે તેમની સાથે ગઠબંધન બનાવી રાખવા માગીએ છીએ પરંતુ અમારી પાર્ટીના સિદ્ધાંતો સાથે સમાયોજન કરીને નહીં.'

નીતિશ કુમારે જણાવ્યું કે ' બીજેના મંત્રીઓએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, હવે મંત્રી કામ પણ ના કરે અને રાજીનામું પણ ના આપે તો કેવી રીતે ચાલે. માટે અમે રાજ્યપાલને 11 મંત્રીઓના નામ આપી તેમને હટાવવાની ભલામણ પણ કરી છે. તેમજ વિધાનસભામાં વિશ્વાસમત લાવવાનો નિર્ણય કર્યો છે.'

છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલી 'પહેલા તુ પહેલા તુ..'ના રાજકારણનો આજે ઐતિહાસિક અંત આવ્યો હતો. નીતિશ કુમારે આજે ઔપચારિક જાહેરાત કરી આ મુદ્દા પર મહોર લગાવી દીધી કે ખરેખર જેડીયૂ અને બીજેપીનું ગઠબંધન હવે તૂટી રહ્યું છે.

English summary
JD(U) formally announces split with BJP. We wanted the alliance to continue, but could not compromise on fundamental issues said Nitish Kumar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X