જેડીયૂના નેતાએ કરી સ્મૃતિ ઇરાની પર અશ્લીલ ટીપ્પણી, થયો વિવાદ

સ્મૃતિ ઇરાનીનો પોર્ટફોલિયો શું બદલાયો વિરોધી દળોને ફરી એક વાર તેમને લઇને વિવાદ ઊભો કરવાનો મોકો મળી ગયો. પણ વિરોધ કરવાના ચક્કમાં નેતાએ કંઇક તેવું કહી દીધું કે પોતે જ વિવાદમાં પડી ગયા. જનતા દળ યુનાઇટેડ (જેડીયૂ)ના એક નેતા અલી અનવર કંઇક આમ જ કરીને વિવાદોના વમળમાં ફસાઇ ચૂક્યા છે. તેમણે સ્મૃતિ ઇરાની પર એક અશ્લીલ ટિપ્પણી કરી છે જેણે વિવાદ ઊભો કર્યો છે.

અનવરે કહ્યું કે "સારું થયું સ્મૃતિને કપડા મંત્રાલય આપવામાં આવ્યો છે. હવે તે લોકોનું તન ઢાંકવાનું તો કામ કરશે" જો આ પર ભાજપે વિરોધ કરતા તેમણે યૂર્ટન લેતા સફાઇ આપી છે કે તેમનો કહેવાનો અર્થ હતો કે કપડાં મંત્રાલય એક સારું મંત્રાલય છે અને તે લોકોનું તન ઢાંકવામા મદદરૂપ થશે.

smriti irani

જો કે આ પ્રત્યે બીજેપીએ નેતા સિદ્ધાર્થ નાથ સિંહ ટિપ્પણી કરતા કહ્યું કે સ્મૃતિ ઇરાનીએ માટે આ ગંદી કમેન્ટ કર્યા બાદ જો નીતીશ કુમારના મનમાં મહિલાઓ માટે થોડું પણ સન્માન હોય તો તેમણે અલી અનવરને હટવવો જોઇએ. નોંધનીય છે કે મોદી સરકારે તેના મંત્રીમંડળમાં ફેરફાર કર્યો છે. જે બાદ સ્મૃતિ ઇરાનીને માનવ સંશાધનમાંથી નીકાળને કપડા મંત્રાલયમાં મૂકવામાં આવી છે. જે અંગે પણ વિવાદ સર્જાયો હતો પણ સ્મૃતિ ઇરાની આ વાતને સહર્ષ સ્વીકારી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X