For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેડીએસ પ્રમુખ કુમારાસ્વામી બંને વિધાનસભાઓથી જીત્યા

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં ત્રીજો મોટો પક્ષ બનીને ઉભર્યો છે. જેડીએસના પ્રમુખ એચડી કુમારાસ્વામીએ ચન્નાપટના, રામાનગરમ વિધાનસભાથી ચૂંટણી લડી હતી. કુમારસ્વામીએ બંને વિધાનસભામાં ભારે મતોથી જીત મેળવી છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં ત્રીજો મોટો પક્ષ બનીને ઉભર્યો છે. જેડીએસના પ્રમુખ એચડી કુમારાસ્વામીએ ચન્નાપટના અને રામાનગરમ વિધાનસભાથી ચૂંટણી લડી હતી. કુમારસ્વામીએ બંને જ વિધાનસભામાં ભારે મતોથી જીત મેળવી છે. ચન્નાપટના સીટ પર કુમારાસ્વામીએ કોંગ્રેસના નેતા એચએમ રેવન્ના અને ભાજપના સીપી યોગેશ્વરાને હરાવ્યા. આ સીટ પર હાલના ભાજપ વિધાયક યોગેશ્વરાને હરાવ્યા છે.

kumaraswami

ચન્નાપટના સીટ પર કુમારાસ્વામીએ ભાજપના યોગેશ્વરાને લગભગ 20 હજાર મતોના અંતરથી હરાવ્યા. વળી, કોંગ્રેસના રેવન્ના ત્રીજા સ્થાન પર રહ્યા. વળી, રામાનગરમ સીટ પર કુમારાસ્વામીએ કોંગ્રેસના ઈકબાલ હુસેનને હરાવ્યા. તમને જણાવી દઈએ કે કુમારાસ્વામી સતત ત્રણ વાર આ સીટ પરથી જીતતા આવ્યા છે. આ સીટ પર કુમારાસ્વામીએ લગભગ 30 હજાર મતોથી જીત નોંધાવી છે. ભાજપે રામાનગરમ સીટ પર લીલાવથીને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જેમને માત્ર 5000 વોટ જ મળી શક્યા.

ચન્નાપટના બેંગલોર-મૈસૂર હાઈવે પર સ્થિત એક કસ્બો છે. જે લાકડાના પારંપરિક રમકડાં બનાવવા માટે પ્રસિદ્ધ છે. કુમારાસ્વામીએ ચૂંટણી વર્ષમાં પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે આ સીટ પર ચૂંટણી લડી હતી. 2013 ની વિધાનસભા ચૂંટણીમાં કુમારાસ્વામીએ પોતાની પત્ની અનિતા કુમારાસ્વામીને અહીંથી ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ તે કોંગ્રેસના સીપી યોગેશ્વરાથી 6,464 વોટોના અંતરથી હારી ગયા હતા. યોગેશ્વરા આ વિધાનસભામાં પ્રસિદ્ધ વોક્કાલિંગ નેતા છે. 2013 માં યોગેશ્વરાએ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી હતી. પરંતુ બાદમાં તે કોંગ્રેસમાં શામેલ થઈ ગયા. ત્યારબાદ 2018 માં તેમણે કોંગ્રેસનો સાથ પણ છોડી દીધો અને ભાજપમાં શામેલ થઈ ગયા. આ વખતે ભાજપે યોગેશ્વરા પર પોતાનો દાવ ખેલ્યો અને તેમને ટિકિટ આપી હતી. યોગેશ્નવરા આ વિધાનસભા સીટથી 5 વાર વિધાયક રહી ચૂક્યા છે.

English summary
jds chief kumaraswamy wins convincingly in both channapatna and ramanagaram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X