નીતિશે ફેંક્યા નવા પાસા, ખાનગીક્ષેત્રે અનામત આપવાનો દાવ

Google Oneindia Gujarati News

પટણા, 6 એપ્રિલ: બિહારમાં સત્તાધારી પાર્ટી જનતા દળ યુનાઇટેડે શનિવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા ખાનગી ક્ષેત્રમાં અનામત આપવાનો દાવો કર્યો છે. જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે અહીં પોતાની પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો. જેડીયૂએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં જણાવ્યું છે કે અનુસૂચિત જાતિ/જનજાતિ અને અન્ય પછાત વર્ગને ખાનગી ક્ષેત્રમાં પણ અનામત અપાવવામાં આવશે, અને પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓને 50 ટકા આરક્ષણ આપવામાં આવશે.

ચૂંટણી ઢંઢેરામાં બિહારથી બહાર કામની તલાશમાં ગયેલા યુવકોની સુરક્ષા માટે કાયદો બનાવવામાં આવે, રાષ્ટ્રીય સ્તર પર ગરીબ અને ઉચ્ચ જાતિઓની સામાજિક-આર્થિક સ્થિતિઓના અધ્યયન કરવા માટે પંચનું ગઠન કરવા તથા બિહાર જેવા તમામ રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું વચન પણ આપ્યું છે. જેડીયૂએ ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિક દ્વેષ પેદા કરવા અને સાંપ્રદાયિક શક્તિઓને સંપૂર્ણપણે સાખી નહી લેવાની વાત કરી.

nitish kumar
શરદ યાદવે જણાવ્યું કે દેશની સામે ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિકતા બે સૌથી મોટી સમસ્યાઓ છે અને 'અમે સાથે લડવા માટે પ્રતિબદ્ધ છીએ.' તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી મોતાના ચૂંટણી પ્રચારમાં જનતાની ભાવનાઓનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું કે તેમની પાર્ટી રાજ્યમાં સફળતાપૂર્વક લાગૂ મહિલા અનામતને રાષ્ટ્રીય સ્તર પર લાગૂ કરશે.

English summary
Bihar's CM Nitish Kumar released his party manifiesto. In this he promised to give reservation in private sector.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X