For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીતન રામ માંઝી હશે બિહારના નવા CM, થોડીવાર થશે ઔપચારિક જાહેરાત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પટણા, 19 મે: જીતન રામ માંઝી બિહારના નવા મુખ્યમંત્રી હશે. પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા છે. બિહારના નવા મુખ્યમંત્રીના રૂપમાં જીતન રામ માંઝીના નામનું ઔપચારિક જાહેરાત થોડીવારમાં કરવામાં આવશે. જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે જીતન રામ માંઝીના નામની ઔપચારિક જાહેરાત થોડીવાર કરવામાં આવશે. જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે જીતન રામ માંઝીના નામને આગળ વધાર્યું છે. જીતન રામ પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારનું સ્થાન લેશે. જીતન રામ માંઝી ગયાથી લોકસભાની ચૂંટણી હારી ચૂક્યાં છે. અત્યારે તે બિહારમાં કલ્યાણ મંત્રી છે.

આ પહેલાં બિહારમાં બદલતા રાજકીય સમીકરણો વચ્ચે સોમવારે પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણીમાં વિચિત્ર માહોલ હતો અને લોકો વચ્ચે જેડીયૂ વિશે ભ્રમ ફેલાવવામાં આવ્યો.

નીતિશ કુમારે પોતાના રાજીનામા પર કહ્યું કે ''મેં ભાવુકતાના નિર્ણય લીધો નથી. ધારાસભ્ય મારી નિર્ણયની સાથે છે. જીવનમાં ક્યારેક ક્યારેક અસાધારણ નિર્ણય લેવા પડે છે.'

જેડીયૂ નેતાએ કહ્યું કે જેડીયૂના વિરૂદ્ધ ભ્રમ ફેલાવવામાં આવ્યો અને તેમના નિર્ણય પર પાર્ટીને ગર્વ છે. આ પહેલાં જેડીયૂ ધારાસભ્ય પક્ષે નીતિશને પોતાના નવા ઉત્તરાધિકારી ચૂંટવાનો અધિકાર આપ્યો. એટલે કે હવે નીતિશ કુમાર પાર્ટીમાં નવા આગામી મુખ્યમંત્રી હશે.

nitish-jitan-ram

બિહારમાં રાજકીય ઉથલપાથલની વચ્ચે હવે સ્પષ્ટ થઇ ગયું છે કે નીતિશ કુમાર રાજીનામું પાછું લેશે નહી. જેડીયૂ ધારાસભ્ય દળની બેઠક ખતમ થઇ ગઇ છે. ત્યારબાદ સ્પષ્ટ થઇ ગયું છે કે મોટાભાગના નીતિશ કુમારની સાથે છે, પરંતુ તે રાજીનામું પાછું ખેંચશે નહી. બિહાર પ્રદેશ જેડીયૂ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહે જણાવ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજીનામું આપવાના પોતાના નિર્ણય પર અડગ છે. જેડીયૂ ધારાસભ્ય દળે નવા નેતાની પસંદગી માટે નીતિશ કુમારે અધિકૃત કર્યા છે.

આ પહેલાં નીતિશ કુમારે પોતાનું રાજીનામું પરત લેશે અને ફરીથી મુખ્યમંત્રી બનવાની સ્પષ્ટ મનાઇ કરી દિધી હતી. આ નિર્ણયને સ્વિકાર કરતાં ધારાસભ્યોએ નવા મુખ્યમંત્રીની ચૂંટણી માટે નીતિશ કુમારે બધા અધિકાર આપી દિધા છે.

જેડીયૂ અધ્યક્ષ શરદ યાદવે કહ્યું કે નીતિશ કુમારનું મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવાનો નિર્ણય અંતિમ છે અને ટૂંક સમયમાં જ નવા નેતાની પસંદગી કરવામાં આવશે. આજે ફરીથી બોલાવવામાં આવેલી જેડીયૂ ધારાસભ્યોની ટીમની બેઠકના પૂર્વ ધારાસભ્યની બેઠક પૂર્વે શરદ યાદવે સંવાદદાતાઓને કહ્યું, ''નીતિશ કુમારનો રાજીનામાનો નિર્ણય અંતિમ છે. આ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને અને વિચાર વિમર્શ બાદ કરવામાં આવ્યો છે અને નીતિશ કુમાર તથા પાર્ટીના હિતમાં છે.

આ અમારા તે નિર્ણયની આગળની કડી છે જે હેઠળ એનડીએ સાથે સંબંધ તોડવામાં આવ્યો હતો. 'શરદ યાદવે લોકસભા ચૂંટણીમાં જેડીયૂના ખરાબ પ્રદર્શનની નૈતિક જવાબદારી લેતાં કાલે નીતિશ કુમારના રાજીનામાના સમાચાર આવ્યા બાદ કહ્યું હતું કે 'આ કઠિન પરંતુ બિલકુલ યોગ્ય અને વૈધ નિર્ણય છે.' ત્યારબાદ તેમણે પાર્ટી કાર્યકર્તાઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

English summary
Putting an end to the political crisis in Bihar, Nitish Kumar on Monday announced Jitan Ram Manjhi as the next chief minister of the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X