ગાઝિયાબાદ પોલીસ દ્વારા જેટ એરવેઝના વાઇસ પ્રેસિડન્ટની ધરપકડ

Written By:
Subscribe to Oneindia News

જેટ એરવેઝના વાઇસ પ્રેસિડન્ટ(સિક્યોરિટી) અવનીત સિંહ બેદીની ઉત્તરપ્રદેશ, ગાઝિયાબાદની સાહિબાબાદ પોલીસે ધરપકડ કરી છે. તેમની પર મહાનગરપાલિકાની જમીન કબજે કરવાનો આરોપ છે. હાલ તેમની પૂછપરછ થઇ રહી છે. અવનીત સિંહ બેદી પર આરોપ છે કે, તેમણે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરી મહાનગરપાલિકાની જમીન પર કબજો કર્યો છે. આ મામલે મહાનગરપાલિકાના અધિકારીઓએ 21 જૂનના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી, આરોપોમાં તથ્ય જણાતાં રવિવારે સવારે અવનીત સિંહ બેદીની ધરપકડ કરવામાં આવી છે. ગાઝિયાબાદ મહાનગરપાલિકાની 30 કરોડની કિંમત પર તેમણે કબજો કર્યો હોવાનો આરોપ છે. પોલીસનું કહેવું છે કે, જેટ એરવેઝના અધિકારીઓને આ ધરપકડ અંગે જાણકારી આપવામાં આવી છે.

English summary
Col Aveneet Singh Bedi, the Vice President of Security with Jet Airways has been arrested on charges of land grabbing.
Please Wait while comments are loading...