For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના વધુ એક રાજ્યમાંથી ઘટ્યો ભગવો રંગ, જાણો કેટલા રાજ્યમાં બચ્યુ ભાજપ

દેશના નક્શા પર નજર નાખીએ તો વધુ એક રાજ્યમાંથી ભગવો રંગ ઉતરતો દેખાઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ઝારખંડમાં લગભગ મહિના સુધી ચાલેલા ચૂંટણી સંગ્રામ બાદ હવે પરિણામો ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે. અત્યાર સુધી સામે આવેલા ચૂંટણી પરિણામો પર નજર નાખીએ તો ક્યાંક સત્તાધારી ભાજપ રાજ્યમાં પાછળ જઈ રહી છે તેમજ સરકાર બનાવવાની રેસમાંથી પણ બહાર ફેંકાતી દેખાઈ રહી છે. વળી, જો વાત જેએમએમ-કોંગ્રેસ અને આરજેડીની કરીએ તો ગઠબંધન રાજ્યમાં શાનદાર પ્રદર્શન કરીને મોટી તરફ આગળ વધી રહ્યુ છે. અત્યાર સુધીના આંકડામાં મહાગઠબંધન બહુમતનો આંકડો પાર કરી ચૂક્યુ છે. એટલુ જ નહિ એ પણ નક્કી માનવામાં આવી રહ્યુ છે કે તે સરકાર બનાવવા જઈ રહી છે. વળી, જે રીતે ભાજપના હાથમાંથી ઝારખંડની સત્તા નીકળી છે તેનાથી એ સ્પષ્ટ છે કે ક્યાંકને ક્યાંક કેન્દ્રમાં સત્તા સંભાળી રહેલ ભાજપના હાથમાંથી રાજ્યોના શાસન સતત છટકી રહ્યા છે. દેશના નક્શા પર નજર નાખીએ તો વધુ એક રાજ્યમાંથી ભગવો રંગ ઉતરતો દેખાઈ રહ્યો છે.

ઝારખંડમાં કારમી હાર તરફ ભાજપ

ઝારખંડમાં કારમી હાર તરફ ભાજપ

ઝારખંડની કુલ 81 વિધાનસભા સીટો પર થયેલી ચૂંટણીમાં અત્યાર સુધી સામે આવેલા આંકડા પર નજર નાખીએ તો સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને 29 સીટો મળતી દેખાઈ રહી છે. વળી, બીજી તરફ જેએમએમ-કોંગ્રેસ-આરજેડી મહાગઠબંધન 42 સીટો પર આગળ ચાલી રહી છે. એવામાં એ નક્કી માનવામાં આવી રહ્યુ છે કે મહાગઠબંધન રાજ્યમાં સરકાર બનાવશે. આ સાથે ઝારખંડની સત્તા ભાજપનુ દૂર થવુ ક્યાંકને ક્યાંક પક્ષ માટે મોટો ઝટકો છે. વધુ એક રાજ્યમાંથી ભાજપ સત્તાથી દૂર થઈ રહી છે.

ઝારખંડમાં જેએમએન-કોંગ્રેસ-આરજેડી સૌથી મોટુ ગઠબંધન

ઝારખંડમાં જેએમએન-કોંગ્રેસ-આરજેડી સૌથી મોટુ ગઠબંધન

છેવટેઆ પાર્ટી કેવી રીતે રાજ્યોમાં સત્તામાંતઈ બહાર થઈ રહી છે આ અંગે ભાજપ શાસિત રાજ્યોનો તુલનાત્મક નક્શો શેર કરવામાં આવી રહ્યો છે. વાત કરીએ 2019માં થયેલી વિધાનસભા ચૂંટણીની તો માત્ર ઝારખંડ જ નહિ ભાજપને આ પહેલા મહારાષ્ઠ્રમાં પણ સત્તામાંથી બહાર થવુ પડ્યુ છે. ઝારખંડની જેમ મહારાષ્ટ્રમાં પણ ભાજપ જરૂર સૌથી મોટી બનીને ઉભરી હતી પરંતુ ચૂંટણી બાદ થયેલા રાજકીય ઘમાસાણ બાદ ભાજપને સત્તામાંથી બહાર થવુ પડ્યુ હતુ. રાજ્યમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનની સરકાર બની.

આ પણ વાંચોઃ સોશિયલ મસ્તીઃ જ્યારે સંજય રાઉત બોલ્યા, ઝારખંડમાં બનશે શિવસેનાના સીએમઆ પણ વાંચોઃ સોશિયલ મસ્તીઃ જ્યારે સંજય રાઉત બોલ્યા, ઝારખંડમાં બનશે શિવસેનાના સીએમ

ઝારખંડ પહેલા મહારાષ્ટ્રમાં સત્તામાંથી બહાર થઈ ભાજપ સરકાર

ઝારખંડ પહેલા મહારાષ્ટ્રમાં સત્તામાંથી બહાર થઈ ભાજપ સરકાર

જો છેલ્લા બે વર્ષની સ્થિતિ પર નજર નાખીએ તો દેશના ઘણા રાજ્ય ભાજપના હાથમાંથી નીકળી ચૂક્યા છે. આ પહેલા વર્ષ 2017માં થયેલ વિધાનસભા ચૂંટણી દરમિયાન પંજાબની સત્તામાંથી બહાર થઈ ગઈ હતી. પંજાબમાં ભાજપ એનડીએની સહયોગી શિરોમણિ અકાલી દળ સાથે મળીને સત્તામાં હતી. ત્યારબાદ વર્ષે 2018માં થયેલ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને કારમી હાર મળી. આ ત્રણે જ રાજ્ય પણ ભાજપથી છટકી ગયા. ત્રણે જગ્યાએ પાર્ટીએ પોતાની સરકાર ગુમાવવી પડી.

2017થી 2019 વચ્ચે રાજ્યોમાંથી કેવી રીતે ઉતર્યો ભગવો રંગ

2017થી 2019 વચ્ચે રાજ્યોમાંથી કેવી રીતે ઉતર્યો ભગવો રંગ

આ ઉપરાંત ભાજપની જમ્મુ કાશ્મીરમાં પણ પીડીપી સાથે સરકાર હતી પરંતુ ત્યાં પણ ગઠબંધન તૂટવા સાથે સ્થિતિ બદલાઈ ગઈ. લગભગ બે વર્ષમાં પાર્ટીએ 5 રાજ્યો પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને જમ્મુ કાશ્મરીની સત્તામાંથી બહાર થવુ પડ્યુ. ત્યારબાદ પાર્ટીને મહારાષ્ટ્રમાં સત્તાવાપસીની આશા હતી પરંતુ જે રીતે ચૂંટણી બાદ સમીકરણ બદલાયા અને શિવસેનાએ અલગવલણ અપનાવ્યુ તેનાથી પાર્ટીની રણનીતિ એકદમ ફેલ થઈ ગઈ. મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપી ગઠબંધનની સરકાર બની અને ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યમંત્રી બન્યા.

રાજ્યોમાં સતત સંકોચી રહી છે ભાજપ

રાજ્યોમાં સતત સંકોચી રહી છે ભાજપ

પહેલા મહારાષ્ટ્ર અને હવે ઝારખંડથી પણ ભગવો રંગ ઉતરવા લાગ્યો છે. અહીંથી ભાજપના સત્તામાંથી બહાર થવાની સંભાવનાઓ બાદ ભાજપ શાસિત રાજ્યોના તુલનાત્મક નક્શા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. આ નક્શા પર નજર નાખીઓ તો આ તસવીર ડિસેમ્બર 2017ની છે. વળી, બીજી તસવીર નવેમ્બર 2019ની છે. આ બંને નક્શાથી માલુમ પડે છે કે ભાજપને હાલમાં વર્ષોમાં રાજ્યના રાજકારણમાં ઘણુ નુકશાન થયુ છે.

English summary
Jharkhand: Another state slips out of bjp, party shrink in india see the map
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X