For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોશિયલ મસ્તીઃ જ્યારે સંજય રાઉત બોલ્યા, ઝારખંડમાં બનશે શિવસેનાના સીએમ

સોશિયલ મીડિયા પર પણ આ ચૂંટણી વિશે ચર્ચાઓ ગરમ છે. લોકો વિવિધ પ્રકારના મીમ્સ બનાવીને આ રુઝાનોની મઝા લઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ઝારખંડ વિધાનસભાની 81 સીટો પર પાંચ તબક્કામાં થયેલા ચૂંટણીના પરિણામો આજે આવવાના છે. 24 જિલ્લા મુખ્યાલયોમાં ગણતરી સવારે 8 વાગ્યાથી જ શરૂ થઈ ચૂકી છે. પ્રારંભિક રુઝાનોમાં કોંગ્રેસ ગઠબંધન અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. હાલમાં હજુ સુધીના રુઝાનોમાં ભાજપ કે કોંગ્રેસ ગઠબંધનને સ્પષ્ટ બહુમત નથી મળી રહ્યો. એવામાં સૂત્રો કહી રહ્યા છે કે ભાજપ અને કોંગ્રેસ બંનેએ બાબૂલાલ મરાંડીને સંપર્ક સાધ્યો છે. હાલમાં કડકડતી ઠંડીમાં ઝારખંડનો રાજકીય પારો ગરમાયેલો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફની મેસેજ

એવામાં બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ આ ચૂંટણી વિશે ચર્ચાઓ ગરમ છે. લોકો વિવિધ પ્રકારના મીમ્સ બનાવીને આ રુઝાનોની મઝા લઈ રહ્યા છે. અમુક યુઝર્સે રુઝાનોમાં ભાજપની ખરાબ હાલત જોઈને કહ્યુ કે સંજય રાઉતે કહ્યુ છે કે આ વખતે ઝારખંડમાં શિવસેનાના સીએમ હશે.

‘ઝારખંડમાં ભાજપ આગળ ચાલી રહી છે'

તો કોઈએ પ્રિય દર્શનની ફેમસ ફિલ્મ હેરાફેરીનો એક ફોટો શેર કર્યો છે જેમાં ત્રણ ચોરોની પાછળ પબ્લિક ભાગી રહી છે અને તેની નીચે લખ્યુ છે કે ઝારખંડમાં ભાજપ આગળ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામઃ સવારે 11 વાગ્યા સુધીની સ્થિતિઆ પણ વાંચોઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામઃ સવારે 11 વાગ્યા સુધીની સ્થિતિ

સોશિયલ મીડિયા પર લોકો લઈ રહ્યા છે મઝા

સોશિયલ મીડિયા પર આ રીતની મઝાની મીમ્મથી ભરેલુ પડ્યુ છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીન રુઝાનો મુજબ કોંગ્રેસ, જેએમએમ અને આરજેડી ગઠબંધનને બહુમત મળતો દેખાઈ રહ્યો છે. વળી,સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે રુઝાનો વચ્ચે કોંગ્રેસ તરફથી સરકારની રચનાની કોશિશ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે બાબૂલાલ મરાંડીની જેવીએમ અને આજસૂનો સંપર્ક સાધ્યો છે જેથી ગઠબંધન બહુમતથી દૂર જતુ રહે તો બિન ભાજપ પક્ષોને પોતાની તરફ લાવી શકાય.

English summary
jharkhand assembly election results 2019: funny memes are viral on social media, see funny messages
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X