For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jharkhand Assembly Elections 2019: ભાજપે પાંચમી યાદી જાહેર કરી, 8 ઉમેદવારનો નામનું એલાન

Jharkhand Assembly Elections 2019: ભાજપે પાંચમી યાદી જાહેર કરી, 8 ઉમેદવારનો નામનું એલાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ બુધવારે સાંજે પોતાની પાંચમી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 8 ઉમેદવારોના નામ સામેલ છે. પાર્ટીએ પાકુડ, રામગઢ, ડુમરી, બડકાગાંવ, ગોમિયા, ટુંડી, કાંકે અને જમશેદપુર પશ્ચિમ વિધાનસભા સીટ માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. કાંકેના વર્તમાન ધારાસભ્ય જીતૂ ચરણનું પત્તુ કપાયું છે. કાંકેથી પાર્ટીએ સમરી લાલને ઉમેદવાર બનાવ્યા છે.

bjp

ભાજપની આ યાદી મુજબ પાકુડથી બેની પ્રસાદ ગુપ્તા, બડકાગાંવથી લોકનાથ મહતોને ટિકિટ આપવામાં આવી છે. રામગઢથી રનંજય કુમાર, ડુમરીથી પ્રદીપ સાહૂ, ગોમિયાથી લક્ષ્મણ નાયક, ટૂંડીથી વિક્રમ પાંડેયને પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે. જમશેદપુર પશ્ચિમથી દેવેનદ્ર સિંહને ઉમેદવાર બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની ચોથી યાદીમાં ત્રણ ઉમેદવારના નામ ઘોષિત કર્યાં હતાં.

અગાઉ ભાજપની ત્રીજી યાદીમાં 15 ઉમેદવારનો નામનું એલાન કરવામાં આવ્યું હતું. તેની પહેલા બીજી યાદીમાં માત્ર એક ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભાજપે પહેલી યાદીમાં 52 ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતાં. ઝારખંડમાં 30 નવેમ્બરથી શરૂ થઈ રહેલ વિધાનસભા ચૂંટણી માટે અડધો ડઝન પૂર્વ અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી મેદાનમાં છે. જેઓ પહેલીવાર પોતાની કિસ્મત અજમાવવા જઈ રહ્યા છે.

જણાવી દઈએ કે ઝારખંડમાં આ વખતે 5 તબક્કામાં વિધાનસભા ચૂંટણી થશે. 30 નવેમ્બરથી પહેલો તબક્કો શરૂ થશે, જ્યારે 20 ડિસેમ્બરે અંતિમ તબક્કામાં ચૂંટણી થનાર છે. જ્યારે 23મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. જણાવી દઈએ કે ઝારખંડમાં 81 વિધાનસભા સીટ છે અને સરકાર બનાવવા માટે કોઈપણ પાર્ટીને 41 સીટની જરૂરત પડશે.

Jharkhand Assembly Elections 2019: કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરીJharkhand Assembly Elections 2019: કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

English summary
Jharkhand Assembly Elections 2019: bjp released 5th list of candidate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X