ઝારખંડ: જમશેદપુરમાં ટાટા સ્ટીલ પ્લાંટમાં બ્લાસ્ટ, ભીષણ આગ લાગી
જમશેદપુરમાં ટાટા સ્ટીલ પ્લાન્ટની અંદર જોરદાર વિસ્ફોટ થયો છે. જેના કારણે પ્લાન્ટમાં મોટી આગ ફાટી નીકળી હતી. પ્લાન્ટમાં આગ લાગી અને ગેસ લીક થયા બાદ કામદારોને તાત્કાલિક સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં 3 મજૂર
જમશેદપુરમાં ટાટા સ્ટીલ પ્લાન્ટની અંદર જોરદાર વિસ્ફોટ થયો છે. જેના કારણે પ્લાન્ટમાં મોટી આગ ફાટી નીકળી હતી. પ્લાન્ટમાં આગ લાગી અને ગેસ લીક થયા બાદ કામદારોને તાત્કાલિક સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં 3 મજૂરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ટાટા સ્ટીલના કોક પ્લાન્ટમાં થઈ હતી. બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ છે અને ભયનો માહોલ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જમશેદપુરમાં ટાટા સ્ટીલ ફેક્ટરીના કોક પ્લાન્ટમાં કથિત રીતે બેટરી વિસ્ફોટના કારણે આગ લાગી હતી. પાંચ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. 2 મજૂરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ટાટા સ્ટીલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોક પ્લાન્ટની બેટરીમાં વિસ્ફોટ થયો હતો. ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. કોન્ટ્રાક્ટ પરના બે કર્મચારીઓને સામાન્ય ઈજાઓ થઈ છે અને એક કર્મચારીને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ છે, તેમની હાલત સ્થિર છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
