
Jharkhand Election Result 2019: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પર કયા એક્ઝિટ પોલ કેટલા સાચા?
રાંચીઃ પાંચ તબક્કામાં સંપન્ન થયેલ ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, અત્યાર સુધીની રુઝાનમાં કોંગ્રેસ, જેએમએમ અને આરજેડીનું ગઠબંધન બહુમતનો આંકડો ક્રોસ કરતં જોવા મળી રહ્યું છે. બાજપ રાજ્યની સૌથી મોટી પાર્ટી બની છે, પરંતુ બહુમતથી ઘણી દૂર છે, તો જેએમએમે આ ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું છે, કોંગ્રેસ અને ઝામૂમોના ખેમામાં જ્યાં જશ્નનો માહોલ છે ત્યાં બીજી તરફ ભાજપના ખેમામાં માયૂસીની લહેર છે.

એક્ઝિટ પોલનું આંકલન લગભગ સાચું પડ્યું
હાલ આ રૂઝાનોએ ફરી એકવાર એક્ઝિટ પોલના પરિણામનો સાચા ઠેરવ્યાં છે, મોટાભાગના એક્ઝિટ પોલમાં એમ જ કહેવામાં આવ્યું હતું કે આ વખતે ઝારખંડની ચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન થનાર છે, અત્યાર સુધીના રિપોર્ટ મુજબ ઝારખંડમાં કોંગ્રેસ ગઠબંધન 47 સીટ પર આગળ ચાલી રહ્યું છે જ્યારે ભાજપે એક સીટ પર જીત નોંધાવી લીધી છે અને 23 સીટ પર પાર્ટીના ઉમેદવાર આગળ છે, ઉલ્લેખનીય છે કે ઝારખંડ વિધાનસભાની 81 સીટ માટે પાંચ તબક્કામાં વોટિંગ થયું હતું, અંતિમ તબક્કામાં મતદાન પૂર્ણ થયાની થોડીવાર બાદ એક્ઝિટ પોલાના પરિણામ સામે આવવા લાગ્યાં હતાં.

ઈન્ડિયા ટુડે અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ
ઈન્ડિયા ટુડે અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ ઝારખંડની 81 વિધાનસભા સીટમાં ઝામુમો-કોંગ્રેસ-રાજદ ગઠબંધનને 38થી 50 સીટ મળી રહી હતી, આ એક્ઝિટ પોલ મુજબ ભાજપને 22થી 32 સીટ, આજસૂને 3-5, જેવીએમને 2-4 અને અન્યોને 4-7 સીટ મળી રહી હતી, હાલ જે ચૂંટણી પરિણામો આપણી સામે આવ્યા તે મુજબ ઈન્ડિયા ટુડે અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ સંપૂર્ણપણે સાચા સાબિત થયા છે.

એબીપી-સી વોટરના એક્ઝિટ પોલ
ABP-C વોટરના એક્ઝિટ પોલના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને 28-36 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું જ્યારે કોંગ્રેસ-જેએમએમ-આરજેડી ગઠબંધનને 31-39 સીટનું અને એજેએસયૂને 3-7 તથા લાલૂ પરાંડીની ઝારખંડ વિકાસ પાર્ટીને 1-4 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, એટલે કે આ એક્ઝિટ પોલ એમ કહી રહ્યા હતા કે રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા બનશે પરંતુ અત્યાર સુધીના આંકડા તો એમ કહી રહ્યા છે કે કોંગ્રેસ અને ગઠબંધનને બહુમત મળી જશે.

ટાઈમ્સ નાઉ
ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલ મુજબ ઝારખંડમાં ભાજપને 28 સીટ મળવાનું અનુમાન હતું જ્યરે કોંગ્રેસ, જેએમએમ અને આરજેડી ગઠબંધનને 44 સીટ મળવાનું અનુમાન હતું. અત્યાર સુધીની મતગણતરી મુજબ આ એક્ઝિટ પોલ સટીક સાબિત થયા છે.
કશિશ ન્યૂઝનો એક્ઝિટ પોલ
કશિશ ન્યૂઝના એક્ઝિટ પોલમાં રાજ્યમાં ભાજપને 25-40 સીટ અને કોંગ્રેસ, જેએમએમ અને આરજેડી ગઠબંધનને 37-49 સીટ મળવાની વાત કહેવાઈ હતી, અત્યાર સુધીની મતગણતરી મુજબ આ એક્ઝિટ પોલ પણ સટીક સાબિત થયો છે.
જામનગરઃ સૌથી યુવા IPSએ આજે ASPનો પદભાર સંભાળ્યો, સફળતાની કહાની જણાવી