Jharkhand Elections 2024 : ઝારખંડની હાઈપ્રોફાઈલ સીટો પર કયા પક્ષનું પલ્લુ ભારે? વિગતે જાણો
Jharkhand Assembly Election 2024 : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં બીજેપી સામે ઈન્ડિયા એલાયન્સનો સીધો મુકાબલો છે.
રાજ્યમાં એક તરફ લોકપ્રિય હેમંત સોરેન સરકાર તો બીજી તરફ બીજેપી હેમંત સોરેનને ફસાવવાના કાવાકાવા કરીને રાજ્યની સત્તા માટે પ્રયાસ કરી રહી છે.

આ વખતે રાજ્યમાં કેટલીક એવી સીટો છે જેના પર તમામ લોકોની નજર છે. આ સીટોના પરિણામો વિધાનસભા ચૂંટણીના પરિણામો પર મોટી અસર કરી શકે છે.
બરહેટ વિધાનસભા સીટ
બરહેટ વિધાનસભા સીટથી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન હેટ્રિક બનાવવાના ઈરાદા સાથે મેદાનમાં છે. 2019 વિધાનસભા ચૂંટણીમાં હેમંત સોરેનને 73,725 વોટ મળ્યા, જ્યારે માલ્ટોને 47,985 વોટથી સંતોષ માનવો પડ્યો હતો. આ સીટ પર તમામ લોકોની નજર છે.
ગાંડેય વિધાનસભા સટ
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેનને ગાંડેય વિધાનસભા બેઠક પરથી ટિકિટ અપાઈ છે. 2019 વિધાનસભા ચૂંટણીમાં JMM નેતા સરફરાઝ અહેમદે ભાજપના ઉમેદવાર જય પ્રકાશ વર્માને હરાવીને જીત મેળવી હતી. બાદમાં તેમણે કલ્પના સોરેન માટે આ સીટ છોડી દીધી હતી. વર્ષ 2024માં યોજાયેલી પેટાચૂંટણીમાં કલ્પનાએ ભાજપના ઉમેદવારને 27 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.
સરાઈકેલા વિધાનસભા સીટ
હેમંત સોરેન જેલમાં ગયા પછી કોલ્હાન ટાઈગર ચંપાઈ સોરેનને રાજ્યની કમાન સોંપવામાં આવી હતી, જો કે હેમંત સોરેન પાછા ફરતા તેમને ખુરશી છોડવાની ફરજ પડી હતી. તે આ વખતે તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે. ચંપાઈ સોરેન સરાઈકેલાથી ચૂંટણી લડી રહ્યા છે.
જમશેદપુર પશ્ચિમ
ઝારખંડના ચાણક્ય તરીકે ઓળખાતા સરયૂ રાય આ વખતે જમશેદપુર પશ્ચિમથી ચૂંટણી લડી રહ્યાં છે. અગાઉ 2019ની વિધાનસભા ચૂંટણીમાં તે જમશેદપુર પૂર્વ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમણે 2019ની ચૂંટણીમાં તત્કાલિન સીએમ રઘુબર દાસને હરાવ્યા હતા. આ વખતે બન્ના ગુપ્તા સામે સરયૂ રાય પડકાર બનીને ઊભા છે.ય
દુમકા વિધાનસભા
JMM એ ઝારખંડની દુમકા વિધાનસભા બેઠક પરથી બસંત સોરેનને ટિકિટ આપી છે. તે શિબુ સોરેનના પુત્ર અને સીએમ હેમંત સોરેનના નાના ભાઈ છે. તેમણે 2020માં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લુઈસ મરાંડીને 6,842 મતોના માર્જિનથી હરાવ્યા હતા.












Click it and Unblock the Notifications
