For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jharkhand Exit Polls: ભાજપને મોટો ઝટકો, ઝામુમો-કોંગ્રેસ ગઠબંધન રેસમાં આગળ

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 81 સીટ પર પાંચ તબક્કાનુ મતદાન શુક્રવારે પૂર્ણ થઈ ગયુ છે. મતદાન સમાપ્ત થયા બાદ હવે એક્ઝિટ પોલ આવવાનુ શરૂ થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 81 સીટ પર પાંચ તબક્કાનુ મતદાન શુક્રવારે પૂર્ણ થઈ ગયુ છે. પાંચમાં અને અંતિમ તબક્કામાં કુલ 68.99 ટકા મત પડ્યા. 23 ડિસેમ્બરે ઉમેદવારોના નસીબનો નિર્ણય આવશે. મતદાન સમાપ્ત થયા બાદ હવે એક્ઝિટ પોલ આવવાનુ શરૂ થઈ ગયુ છે. શરૂઆતના એક્ઝિટ પોલમાં ઝારખંડ વિકાસ મોરચા (જેવીએમ) અને ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (એજેએસયુ) ને 3 અને 5 સીટો મળવાની સંભાવના છે. જ્યારે 6 સીટો અન્ય વચ્ચે વિભાજીત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વળી, ઈન્ડિયા ટુડેના એક્ઝીટ પોલમાં ભાજપ માટે 25-30 સીટો, ઝામુમો-કોંગ્રેસ ગઠબંધનને 37-49 સીટો મળવાની સંભાવના છે.

pm modi-rahul

ઈન્ડિયા ટુડે-એક્સિસના એક્ઝીટ પોલમાં ભાજપને 22-32 સીટો મળવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ છે જ્યારે કોંગ્રેસને સૌથી વધારે 38-50 સીટો મળવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. વળી, આજસૂને 3-5 અને અન્યને 6-11 સીટો મળતી દેખાઈ રહી છે.
એબીપી ન્યૂઝે સી વૉટર સાથે મળીને એક્ટીલ પોલ કરાવ્યો છે. એબીપી-સી વૉટરના એક્ઝીટ પોલમાં ભાજપને 32 જ્યારે કોંગ્રેસને 35 સીટો મળવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. જ્યારે આજસૂને 5 તેમજ અન્યને 9 સીટો મળતી લાગી રહી છે.

ટાઈમ્સ નાઉએ કરેલા એક્ઝીટ પોલમાં ભાજપને 28 જ્યારે કોંગ્રેસને 44 તેમજ JVMPને 3 તેમજ અન્યને 6 સીટો મળતી દેખાઈ રહી છે. જ્યારે કશીશ ન્યૂઝે કરેલા એક્ઝીટ પોલમાં ભાજપને 25-35 અને કોંગ્રેસને 37-49 તેમજ JVMPને 2-4 અને અન્યને પણ 2-4 સીટો મળવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. 81 સીટોવાળી વિધાસભામાં બહુમત મેળવવા માટે 41નો આંકડો જરૂરી છે. વર્તમાન વિધાનસભામાં ભાજપ પાસે 37 સીટો છે. એક્ઝીટ પોલના પરિણામો મુજબ તેને 5 સીટોનુ નુકશાન થતુ દેખાઈ રહ્યુ છે. વળી, JMM-કોંગ્રેસને 10 સીટોનો ફાયદો થતો દેખાઈ રહ્યો છે. મહાગઠબંધનમાંથી બહાર જઈને સૌથી મોટુ નુકશાન જેવીએમને થતુ દેખાઈ રહ્યુ છે. ગઈ વખતે તેમને આઠ સીટો મળી હતી.

આ પણ વાંચોઃ વડોદરાઃ બેકાબુ ભીડનો પત્થરમારો રોકવા માટે પોલિસે કર્યો લાઠીચાર્જ, ઘણા પોલિસકર્મીઓ ઘાયલઆ પણ વાંચોઃ વડોદરાઃ બેકાબુ ભીડનો પત્થરમારો રોકવા માટે પોલિસે કર્યો લાઠીચાર્જ, ઘણા પોલિસકર્મીઓ ઘાયલ

English summary
Jharkhand Exit Polls 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X