JK: સોપોરમાં 2 આતંકીને સેનાએ માર્યા ઠાર, ગ્રેનેડ વડે કર્યો હતો હુમલો

જમ્મુ અને કાશ્મીરમાં આંતકવાદી અને પોલીસ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં આખરે સેના બળે આંતકીઓને ઠાર માર્યા છે.

જમ્મુ અને કાશ્મીરના સોપોર સેક્ટરમાં પોલિસ અને આંતકીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં કાર્યવાહી કરતા બે આંતકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ બન્ને આંતકવાદીઓની ઓળખ બશરત અહમદ શેખ અને એઝાઝ અહમદ મીર તરીકે થઇ છે.

indian force

ઉલ્લેખનીય છે બુધવારે સોપોર પોલિસ સ્ટેશનની બહાર પોલિસ પાર્ટી પર ગ્રેનેડ ફેંકીને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 5 પોલિસકર્મી અને 3 સ્થાનિક નાગરિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં હાલ તેમની સ્થિતિ ગંભીર છે.

કાશ્મીરમાં હિઝબુલ કમાન્ડર સબજાર બટના એન્કાઉન્ટમાં માર્યા ગયા પછી સુરક્ષા એજન્સી એલર્ટ થઇ ગઇ હતી. અને તેમને આશંકા હતી કે બુરહાન વાનીના એન્કાઉન્ટમાં માર્યા ગયા પછી આતંકીઓ દ્વારા અહીં અશાંતિ ફેલાવવામાં આવશે. તેવામાં સેના અને પોલિસ દ્વારા અહીં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને કર્ફ્યૂ જેવી સ્થિતિ અહીં બનેલી છે. હાલ પણ અહીં સ્થિતિ તણાવપૂર્ણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X