For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JNU હિંસા પર કંગનાઃ આ કોલેજ ગેંગવૉર, આવા લોકોને કસ્ટડીમાં લઈ 4 થપ્પડ લગાવવી જોઈએ

દિલ્લીના જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં 5 જાન્યુઆરીના રોજ બુકાનીધારી હુમલાખોરો દ્વારા છાત્રોની મારપીટ મામલે રાજકારણ ગરમાયેલુ છે. ઘટના બાદ અભિનેત્રી કંગના રનોતનુ નિવેદન આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીના જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં 5 જાન્યુઆરીના રોજ બુકાનીધારી હુમલાખોરો દ્વારા છાત્રોની મારપીટ મામલે રાજકારણ ગરમાયેલુ છે. હુમલાખોરોએ કેમ્પસમાં છાત્રો અને શિક્ષકોની પિટાઈ કરી દીધી હતી ત્યારબાદ આ મામલે દેશના ઘણા વિશ્વવિદ્યાલયોમાં પ્રદર્શન થયા છે. બોલિવુડના ઘણા કલાકારોએ આ હુમલાની નિંદા કરી હતી. અહીં સુધી કે અભિનેત્રી દીપિકા પાદુકોણ જેએનયુમાં છાત્રો વચ્ચે પણ પહોંચી હતી. વળી, જેએનયુમાં હિંસાની ઘટના બાદ અભિનેત્રી કંગના રનોતનુ નિવેદન આવ્યુ છે.

આવા ઝઘડાઓને રાષ્ટ્રીય મુદ્દા ન બનાવવા જોઈએઃ કંગના

આવા ઝઘડાઓને રાષ્ટ્રીય મુદ્દા ન બનાવવા જોઈએઃ કંગના

જેએનયુ હિંસાની ઘટના પર કંગના રનોતે પ્રતિક્રિયા આપીને કહ્યુ કે કોલેજ ગેંગવૉરને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવવો જોઈએ. કંગનાએ કહ્યુ કે, ‘કોલેજમાં ગેંગવૉર થવી સામાન્ય વાત છે. આ આનાથી વધુ કંઈ નથી.' પોતાની કોલેજના દિવસો યાદ કરીને કંગનાએ કહ્યુ કે શૈક્ષણિક પરિસરમાં હંગામો કરનારાને પોલિસ કસ્ટડીમાં લેવા જોઈએ અને તેમની સાથે કડકાઈ વર્તવી જોઈએ. કંગનાએ કહ્યુ કે એબીવીપી અને એફએફઆઈ વચ્ચે ગેંગવૉર એક રાષ્ટ્રીય મુદ્દો ન હોવો જોઈએ.

પોલિસ કસ્ટડીમાં લઈને ચાર થપ્પડ લગાવોઃ કંગના

પોલિસ કસ્ટડીમાં લઈને ચાર થપ્પડ લગાવોઃ કંગના

કંગનાએ કહ્યુ કે, ‘એક વાર અમારી હોસ્ટેલના ગેટની અંદર એક યુવકની હત્યા થવાની હતી પરંતુ સૌભાગ્યથી તેને અમારા મેનેજરે બચાવી લીધો. એટલા માટે હું કહેવા ઈચ્છુ છુ કે બંને તરફના લોકો ઘાયલ થયા છે અને આ રીતની ગેંગ બહુ આક્રમક લોકો દ્વારા ચલાવવામાં આવે છે,શું આને એક રાષ્ટ્રીય મુદ્દો બનાવવો જોઈએ? કંગનાએ કહ્યુ કે, ‘આ રીતના ઉપદ્રવ કરનાર રાષ્ટ્રીય ચર્ચાનો હિસ્સો ન હોવા જોઈએ, તેમને પોલિસ કસ્ટડીમાં લો અને ચાર થપ્પડ લગાવો.'

હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી

હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી

જેએનયુમાં હિંસા મામલે દિલ્લી પોલિસે એફઆઈઆર તો નોંધી લીધી છે પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. આના માટે છાત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે. લેફ્ટ વિંગના સ્ટુડન્ટ્સ એબીવીપી પર જ્યારે એબીવીપીના છાત્રો લેફ્ટ વિંગના છાત્રો પર હિંસાના આરોપ લગાવી રહ્યા છે. બીજી તરફ, જેએનયુમાં થયેલી હિંસાના વિરોધમાં માત્ર દિલ્લી જ નહિ પરંતુ આખા દેશમાં પ્રદર્શન થઈ રહ્યા છે. પોતાની માંગોના સમર્થનમાં જેએનયુના છાત્રોએ ગુરુવારે વિરોધ રેલી કાઢી હતી. દિલ્લી યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ પણ આ વિરોધ પ્રદર્શનને સમર્થન આપી રહ્યા હતા.

આ પણ વાંચોઃ 'છપાક'ની સફળતા માટે સિદ્ધિવિનાયક પહોંચી દીપિકા પાદુકોણ, પંજાબમાં થશે વિશેષ સ્ક્રીનિંગઆ પણ વાંચોઃ 'છપાક'ની સફળતા માટે સિદ્ધિવિનાયક પહોંચી દીપિકા પાદુકોણ, પંજાબમાં થશે વિશેષ સ્ક્રીનિંગ

English summary
JNU Violence: kangana reacts, Take such goons in police custody and give them four slaps
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X