સરકારી નોકરી, 12 પાસ માટે પણ ફોરેસ્ટ ઓફિસરના પદ પર બમ્પર ભરતી
સરકારી નોકરી, 12 પાસ માટે પણ ફોરેસ્ટ ઓફિસરના પદ પર બમ્પર ભરતી
ઉત્તરાખંડના સેવા પસંદગી આયોગે ફોરેસ્ટ ઓફિસરના પદ પર ભરતી માટે અરજી મગાવી છે. આ પદ પર કુલ 316 વેકેન્સી છે, જે આ પ્રક્રિયા અંતર્ગત ભરવામાં આવશે. તમામ પદ વન વિભાગના છે. જેના માટે 23 ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકાય છે.

પદ અંગેની માહિતી
પદનું નામઃ ફોરેસ્ ઓફિસર (વન વિભાગ, ઉત્તરાખંડ)
કુલ પદ - 316
શૈક્ષણિક યોગ્યતા - આ પદ પર અરજી કરવા માટે અરજીકર્તાએ કૃષિ કે વિજ્ઞાન સાથે ઈન્ટરમીડિયેટ પાસ કર્યું હોવું જરૂરી છે.
ઉંમરની મર્યાદા - આ પદ માટે અરજી કરનારની ઉંમર 18 વર્ષથી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

પસંદગીની પ્રક્રિયા
આ પદ માટે પસંદગી લેખિત પરીક્ષા લેવાશે. આ ભરતી માટે એવા જ લોકો અરજી કરી શકે છે, જેમણે આયોગની વેબસાઈટ પર વન ટાઈમ રજિસ્ટ્રેશન કર્યું હોય. જેમણે રજિસ્ટ્રેશન ન કર્યું હોય, તે લોકો ઑનલાઈન અરજી પહેલા રજિસ્ટ્રેશન કરાવી લે. આ પદ માટે એપ્રિલમાં પરીક્ષા લેવાઈ શકે છે.

અરજી
આ માટે 23 ડિસેમ્બરથી આયોગની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 3 ફેબ્રુઆરી છે. વન વિભાગની વેબસાઈટ sssc.uk.gov.in પર જઈને અરજી કરી શકાય છે. અરજીકર્તાને કોઈ મુશ્કેલી આવે તો તે 6399990138 અથવા 6399990139 પર ફોન કરી શકે છે.












Click it and Unblock the Notifications
