For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પનુ સંયુક્ત નિવેદન, આતંકવાદ પર થઈ ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથઈ હૈદરાબાદ હાઉસમાં મુલાકાત બાદ એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથઈ હૈદરાબાદ હાઉસમાં મુલાકાત બાદ એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યુ છે. પીએમ મોદીએ નિવેદનની શરૂઆતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર સહિત ભારત આવવા પર આભાર માન્યો. સૂત્રો મુજબ ભારત અને અમેરિકા વચ્ચે ત્રણ એમઓયુ સાઈન થયા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સોમવારે ભારત આવ્યા હતા અને આજે રાતે પાછા જતા રહેશે.

modi-trump

પીએમ મોદીએ કહ્યુ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના ડેલીગેશનનુ ભારતમમાં એક વાર ફરીથી હાર્દિક સ્વાગત છે. મને વિશેષ ખુશી છે કે આ યાત્રા પર તે પોતાના પરિવાર સાથે આવ્યા છે. છેલ્લા આઠ મહિનામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મારી વચ્ચે આ પાંચમી મુલાકાત છે. પીએમ મોદીએ આ દરમિયાન મીડિયાને માહિતી આપી કે બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. આમાં સુરક્ષા ઉપરાંત ઉર્જા, રણનીતિક ભાગીદારી, વેપાર અને બંને દેશોના લોકો વચ્ચે પરસ્પર સંબંધ પણ શામેલ છે.

પીએમ મોદીએ કહ્યુ, ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત થતા રક્ષા સંબંધ આપણી ભાગીદારીનુ એક મહત્વનુ પાંસુ છે. પીએમ મોદીએ કહ્યુ કે, 'બંને દેશોએ નિર્ણય કર્યો છે કે આપણી ટીમોએ ટ્રેડ વાતચીતને કાનૂની સ્વરૂપ આપવુ જોઈએ. અમે એ વાત પર રાજી થયા છે કે એક મોટી ટ્રેડ ડીલની શરૂઆત થવી જોઈએ. પીએમ મોદીએ આગળ કહ્યુ, આપણે (ભારત અને અમેરિકા) એ લોકોને જવાબદાર ગણાવવા માટે કોશિશોમાં ગતિ લાવવા પર રજામંદી વ્યક્ત કરી છે જે આતંકવાદનુ સમર્થન કરે છે.'

આ પણ વાંચોઃ દિલ્લીમાં કેટલી હદે ફાટી નીકળી હતી હિંસા, જુઓ હિંસાના ફોટાઆ પણ વાંચોઃ દિલ્લીમાં કેટલી હદે ફાટી નીકળી હતી હિંસા, જુઓ હિંસાના ફોટા

English summary
Joint statement by Donald Trump and PM Modi after US President visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X