નીતિશ કુમારને ઝટકો, કિશનગંજના જેડીયૂ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 એપ્રિલ: ચૂંટણી પહેલાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મોટો ઝટકો લાગ્યો છે. કિશનગંજ સંસદીય વિસ્તારથી જેડીયૂ ઉમેદવાર અખ્તરૂલ ઇમાને પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. તેમને કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં આમ કરવાનો નિર્ણય લીધો છે.

જેડીયૂ ઉમેદવાર અખ્તરૂલ ઇમાને કહ્યું કે 'અલ્પસંખ્યક વોટોને વહેંચાતા રોકવા માટે કોંગ્રેસ ઉમેદવાર અને આ સીટ પરથી હાલના સાંસદના પક્ષમાં નામ પરત લેવાનો નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઇમાન તાજેતરમાં જ આરજેડીમાંથી રાજીનામું આપીને જેડીયૂમાં જોડાયા હતા. ઇમામ આરજેડીના તે ધારાસભ્યોમાંથી છે જેમણે લાલૂ યાદવની પાર્ટી વિરૂદ્ધ બગાવત કરી હતી. ઇમામ કિશનગંજ જિલ્લાના કોચાધમન સીટ પરથી ધારાસભ્ય છે. બગાવતના ઇનામ રૂપે નીતિશ કુમારે તેમને કિશનગંજથી લોકસભા ચૂંટણી ટિકીટ આપી હતી.

nitish

ઇમામ દ્વારા નામ પરત લીધા બાદ કિશનગંજમાં કોંગ્રેસ ઉમેદવાર અસરારૂલ હક અને ભાજપના ઉમેદવાર ડીકે જાયસવાલ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. આ સીટ પર 24 એપ્રિલના રોજ મતદાન થશે.

ઇમામે જણાવ્યું હતું કે તેમણે પોતાના નિર્ણયની જાણકારી આપવા માટે નીતિશ કુમાર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. તેમણે કહ્યું હતું કે નિર્ણય વિશે કિશનગંજના સ્થાનિક જેડીયૂ નેતાઓને જાણકારી આપવામાં આવી હતી.

ઇમામે કહ્યું હતું કે મારો હેતુ નરેન્દ્ર મોદી જેવા સાંપ્રદાયિક તાકતોને હરાવવાનો છે. સેકુલર મોરચાને મજબૂતી આપવા માટે મેં પોતાની ઉમેદવારી પરત લીધી છે. જો કે અખ્તરૂલ ઇમામે સ્પષ્ટક અર્યું કે જેડીયૂ સાથે જોડાયેલા રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઇમામને નીતિશ કુમાર પાસે આશા મુજબ સમર્થન મળી રહ્યું ન હતું અને ઉમેદવારી પરત લેવાનું મુખ્ય કારણ આ જ છે. જેડીયૂ માટે મોટો એ છે કે પાર્ટી આ સીટ પર હવે કોઇ નવો ઉમેદવાર ઉભો રાખી શકશે નહી કારણ કે ઉમેદવારી પત્ર દાખલ કરવાની અંતિમ તારીખ 9 એપ્રિલ હતી, જે પસાર થઇ ચૂકી છે.

English summary
In a serious blow to Bihar Chief Minister Nitish Kumar, JDU candidate from Kisanganj on Tuesday withdrew in favour of Congress nominee in the Lok Sabha poll.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X