Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Joshimath Disaster landslide : જોશીમઠમાં ભૂસ્ખલનમાં મંદિર વહી ગયું, 600 ઘરને અસર

જોશીમઠના મારવાડી વિસ્તારમાં સ્થિત મંદિર ભૂસ્ખલનને કારણે એક રેસિડેન્ટ ઇમારત પર પડ્યું હતું. જેના કારણે ઇમારતને નુકસાન પહોંચ્યું હતું.

Joshimath Disaster landslide : ઉત્તરાખંડના હિમાચ્છાદિત શહેર જોશીમઠમાં શુક્રવારની સાંજે ભૂસ્ખલનમાં મંદિર વહી જવાની ઘટના બની છે. જોશઈમઠમાં ભૂસ્ખલનની આ પહેલી મોટી ઘટના છે. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

Joshimath Disaster landslide

જોશીમઠના મારવાડી વિસ્તારમાં સ્થિત મંદિર ભૂસ્ખલનને કારણે એક રેસિડેન્ટ ઇમારત પર પડ્યું હતું. જેના કારણે ઇમારતને નુકસાન પહોંચ્યું હતું.

જોશીમઠના 600 ઘરોમાં તિરાડ

જોશીમઠના 600 ઘરોમાં તિરાડ

જોશીમઠમાં સ્થિતિ પહેલા કરતા વધુ ભયાનક બની છે. કડકડતી ઠંડીમાં લોકોને અહીં-તહીં પડાવ નાખીને રહેવાની ફરજ પડી રહી છે.

જોશીમઠમાં લગભગ 600 મકાનો અને અન્ય માળખામાં માટી ધસી પડવાને કારણે તિરાડો પડી ગઈ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીશનિવારના રોજ જોશીમઠની મુલાકાત લઈ શકે છે.

સીએમ ધામીએ અસરગ્રસ્ત પરિવારોને ખાલી કરાવવા અને કામચલાઉ આશ્રયસ્થાનોનોઆદેશ આપ્યો છે. ડોર ટુ ડોર સર્વે માટે જોશીમઠમાં નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

3 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત

3 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત

જોશીમઠ નગરપાલિકા પ્રમુખે જણાવ્યું છે કે, 3000 થી વધુ લોકો અસરગ્રસ્ત છે. આ વસ્તીના 10 ટકાથી વધુ છે. રસ્તાઓ પર તિરાડો પડીરહી છે અને સતત પહોળી થઈ રહી છે.

મુખ્ય હિંદુ અને શીખ યાત્રાળુઓ માટે પ્રવેશ સ્થળ અને ચીન સાથેની ભારતની સરહદ નજીકનામુખ્ય લશ્કરી થાણાઓમાંનું એક છે.

આવી જ સમસ્યા નજીકના ઔલી શહેરમાં જોવા મળી રહી છે. તેના તમામ રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત હાઇડ્રોઇલેક્ટ્રિકપાવર પ્લાન્ટ અને ચાર ધામ રોડ સહિતની ચાલી રહેલી પરિયોજનાઓને રોકી દેવામાં આવી છે.

જેમના મકાનમાં તિરાડ પડી છે, તેમને ભાડા પેટે 4 હજાર મળશે

રાજ્ય સરકારે જણાવ્યું છે કે, જે લોકોના મકાનો પ્રભાવિત થયા છે, તેમને ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. આવા લોકોને મુખ્યમંત્રીરાહત ફંડમાંથી આવતા છ મહિના માટે દર મહિને 4000 રૂપિયા ભાડા તરીકે આપવામાં આવશે.

જોશીમઠમાં સાવચેતીના પગલા તરીકે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. ચમોલીનાચીફ ડેવલપમેન્ટ ઓફિસર એલએન મિશ્રાએ જણાવ્યું છે કે, આ વિસ્તારમાં જમીન ધસી જવાને કારણે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી બની ગયુંછે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X