For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Joshimath Land Sinking: જોશીમઠ સંકટ પર તત્કાલ સુનાવણીનો સુપ્રીમ કોર્ટે કર્યો ઈનકાર, કહ્યુ - કામ કરી રહી સરકાર

જોશીમઠ સંકટ પર સુપ્રીમ કોર્ટે તત્કાલ સુનાવણીનો ઈનકાર કરી દીધો છે. જાણો શું કહ્યુ

|
Google Oneindia Gujarati News

Joshimath Land Sinking: ઉત્તરાખંડમાં જોશીમઠમાં ઘરોમાં તિરાડો પડવાને લઈને કરવામાં આવેલી અરજીઓ પર તત્કાલ સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યુ કે દરેક કેસની જલ્દી સુનાવણી ના થઈ શકે, આ મામલા માટે લોકતાંત્રિક સંસ્થાઓ છે, જે કામ કરી રહી છે. આ મામલે 16 જાન્યુઆરીએ સુનાવણી થશે.

SC

તમને જણાવી દઈએ કે જોશીમઠમાં આજે અસુરક્ષિત જાહેર કરવામાં આવેલી 'હોટલ મલારી ઈન' અને 'માઉન્ટ વ્યુ' નામની બે હોટલોને ધ્વસ્ત કરવામાં આવશે. અત્યાર સુધીમાં જોશીમઠમાં 678 મકાનોમાં તિરાડો પડી છે અને 81 પરિવારોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે. ઉત્તરાખંડ સરકાર સંપૂર્ણપણે લોકોની સુરક્ષા વ્યવસ્થા અને રહેવા-જમવાની વ્યવસ્થામાં લાગેલી છે.

નોંધનીય છે કે મુખ્ય સચિવ ડૉ.એસ.એસ.સંધુની અધ્યક્ષતામાં સચિવાલયમાં મળેલી બેઠક બાદ સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે 'જોશીમઠના અસરગ્રસ્ત લોકોનુ ડિઝાસ્ટર એક્ટના સેક્શન-33 અને 34 હેઠળ પુનર્વસન કરવામાં આવશે. 'મલારી ઇન' અને 'માઉન્ટ વ્યૂ હોટેલ્સ'ને મિકેનિકલ રીતે ધ્વસ્ત કરવામાં આવશે. શહેરી વિકાસ પ્રાધિકરણ આ સંદર્ભે એક માસ્ટર પ્લાન બનાવી રહી છે અને તે અંતર્ગત કામ કરવામાં આવશેય જ્યારે ધામી સરકારે લોકોને ખાતરી આપી છે કે આફતની આ ઘડીમાં તે તેમની સાથે છે અને તેમની સુધારણા માટે સતત કામ કરી રહી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે પણ આના પર સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે. જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કહ્યુ હતુ કે તેઓ અને તેમની પાર્ટી આપત્તિની આ ઘડીમાં સંપૂર્ણ રીતે જોશીમઠના લોકો સાથે છે અને કોંગ્રેસના કાર્યકરોને જોશીમઠના લોકોને મદદ કરવાનો આદેશ આપ્યો છે.

English summary
Joshimath Land Sinking: Supreme Court says no to urgent hearing, next hearting on 16th January.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X