ગૌરી લંકેશ બાદ બિહારના પત્રકાર પર ગોળીબાર
બિહારના અરવલમાં પત્રકાર પંકજ મિશ્રા પર અજાણ્યા લોકોએ કર્યો ગોળીબાર,તેઓ હિંદી દૈનિક સમાચારપત્ર પત્રકાર હતા. આ અંગે વધુ વાંચો અહીં..
દેશમાં મંગળવારે થયેલ પત્રકાર ગૌરી લંકેશની હત્યાનો બનાવ હજી શાંત નથી થયો ત્યા બિહારમાં ફરી એક પત્રકારને ગોળી મારવામાં આવી છે. આ ઘટના બિહારના અરવલ જિલ્લામાં બની છે. જેમાં ગુનેગારોએ એક દૈનિક સમાચારના પત્રકારને ગોળી મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ગોળી લાગવાને કારણે પત્રકાર ગંભીર રીતે ઘાયલ થતા તેમને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.

નોંધનીય છે કે આ ઘટના અરવલ જિલ્લામાં થઈ હતી. જેમાં દૈનિક રાષ્ટ્રીય સહારા સમાચારપત્રના પત્રકાર પંકજ મિશ્રા બેંકમાંથી નીકડી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યાએ અજાણ્યા લોકોએ તેમને પાછળથી અચાનક ગોળીઓ મારવાનુ ચાલુ કરી નાખ્યુ હતુ, જેમાં પંકજ મિશ્રાને પીઠના ભાગે બે ગોળી વાગતા તે જમીન પર પડી ગયા હતા. ગોળીઓનો અવાજ થવાથી આસપાસના લોકો ભેગા થઈ જતા તે અજાણ્યા લોકો ભાગી ગયા હતા. ગોળી વાગવાથી ઘાયલ પત્રકારને લોકોએ પાસેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલત વધુ ખરાબ હોવાથી તેમને પટના લઈ જવામાં આવ્યા છે. આ ઘટના વિશે અરવલ એસપી એ જણાવ્યુ કે , પ્રાથમિક તપાસમાં તો આ ઘટના અંગત અદાવતના કારણે કરવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે. બાકી આગળની તપાસ ચાલુ છે.












Click it and Unblock the Notifications
