For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Me Too: જાણીતા એંકર પર મહિલા પત્રકારે લગાવ્યો યૌન શોષણનો આરોપ

મહિલા પત્રકાર વિદ્યા કૃષ્ણને ઈન્ડિયા ટુડેના એક્ઝીક્યુટવ એડિટર અને ન્યૂઝ એંકર ગૌરવ સાવંત પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કાર્યસ્થળ પર મહિલાઓ સાથે યૌન શોષણની ઘટનાઓના વિરોધમાં શરૂ થયેલા મી ટુ અભિયાનમાં ફિલ્મ અને મીડિયા જગતની દિગ્ગજ હસ્તીઓના નામ સામે આવી રહ્યા છે. નાના પાટેકર, વિવેક અગ્નિહોત્રી, સાજિદ ખાન અને એમ જે અકબર બાદ હવે એક મોટા પત્રકાર પર યૌન શોષણનો આરોગ લાગ્યો છે. મહિલા પત્રકાર વિદ્યા કૃષ્ણને ઈન્ડિયા ટુડેના એક્ઝીક્યુટવ એડિટર અને ન્યૂઝ એંકર ગૌરવ સાવંત પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. વિદ્યા કૃષ્ણન ગયા મહિના સુધી સમાચાર પત્ર 'ધ હિંદુ' માં હેલ્થ એડિટરના પદ પર કાર્યરત હતી.

આ પણ વાંચોઃ ડસોલ્ટ સીઈઓના ઈન્ટરવ્યુ પર કોંગ્રેસઃ 'સરકાર ગોટાળાને દબાવી નહિ શકે'આ પણ વાંચોઃ ડસોલ્ટ સીઈઓના ઈન્ટરવ્યુ પર કોંગ્રેસઃ 'સરકાર ગોટાળાને દબાવી નહિ શકે'

પત્રકારનો આરોપ, વર્ષ 2003માં કર્યુ યૌન શોષણ

પત્રકારનો આરોપ, વર્ષ 2003માં કર્યુ યૌન શોષણ

ન્યૂઝ મેગેઝીન ‘ધ કાંરવા' માં છપાયેલ નિકિતા સક્સેનાના રિપોર્ટ મુજબ વિદ્યા કૃષ્ણને આરોપ લગાવ્યો છે કે આ ઘટના વર્ષ 2003ની છે અને એ સમયે તે પાયોનિયર સમાચારપત્રમાં કામ કરતી હતી. વિદ્યા કૃષ્ણને પોતાના આરોપોમાં કહ્યુ છે કે એંકરે ખોટી રીતે તેના વક્ષઃસ્થળને સ્પર્શ કર્યુ. તેને પોતાની સાથે ન્હાવા માટે કહ્યુ અને તેને પોતાના ખાનગી અંગો બતાવ્યા. તમને જણાવી દઈએ કે વિદ્યા કૃષ્ણન એક પુરસ્કાર વિજેતા પત્રકાર છે અને એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટીંગ પ્રોજેક્ટ પર પણ કામ કરી ચૂકી છે. વળી, ગૌરવ સાવંત સંરક્ષણ બાબતોની રિપોર્ટીંગમાં એક જાણીતુ નામ છે. 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન ગૌરવ સાવંતે રિપોર્ટીંગ કર્યુ હતુ.

એંકર ગૌરવ સાવંતે ફગાવી દીધા આરોપો

વિદ્યા કૃષ્ણનના આરોપ પર ગૌરવ સાવંતે ટ્વીટ કરીને કહ્યુ કે, ‘કારવાંમાં છપાયેલા સમાચાર બિન-જવાબદાર, આધારહિન અને સંપૂર્ણપણે ખોટા છે. હું મારા વકીલો સાથે વાત કરી રહ્યો છુ અને આ મામલાની સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી કરીશ. મારા સમર્થન માટે હું મારા પરિવાર, દોસ્તો અને દર્શકોનો આભારી છુ.' વળી, આ મામલે ઈન્ડિયા ટુડે ગ્રુપનું કહેવુ છે કે, ‘આ સમાચાર સાંભળીને તેઓ દુઃખી છે. દૂર્ભાગ્યવશ, અમે આના પર ટિપ્પણી કરવા કે આ મામલાની તપાસ કરવાની સ્થિતિમાં નથી કારણકે 2003માં ગૌરવ સાવંત અમારી સાથે કાર્યરત નહોતા. તેમછતાં ગૌરવ સાવંતને સ્પષ્ટીકરણ આપવા માટે કહેવામાં આવ્યુ છે. આરોપોને સંપૂર્ણપણે ફગાવી દેવા ઉપરાંત તેમણે અમને સૂચિત કર્યા છે કે તે કાયદાકીય કાર્યવાહી માટે વકીલોની સલાહ લઈ રહ્યા છે.'

પાયોનિયર મેનેજમેન્ટને કંઈ જણાવ્યુ નથીઃ કૃષ્ણન

પાયોનિયર મેનેજમેન્ટને કંઈ જણાવ્યુ નથીઃ કૃષ્ણન

રિપોર્ટ અનુસાર વિદ્યા કૃષ્ણને પોતાના આરોપોમાં કહ્યુ છે કે 21 વર્ષની ઉંમરમાં પાયોનિયર સમાચારપત્રમાં તેમની પહેલી નોકરી લાગી હતી. તેમને એક આઉટ-ઓફ ટાઉન અસાઈનમેન્ટ મળ્યુ હતુ જે મુજબ તેમને પંજાબમાં એક મિલિટ્રી સ્ટેશનમાં ભારતીય સેનાની એક પીસટાઈમ ડ્રિલને કવર કરવાની હતી. ગૌરવ સાવંત પણ તેને કવર કરવા માટે ગયા હતા. વિદ્યા કૃષ્ણન મુજબ તે દરમિયાન ગૌરવ સાવંતે તેમનુ યૌન શોષણ કર્યુ. કૃષ્ણને જણાવ્યુ કે તે વખતે આ વિશે મે કોઈને કહેવા માટે મે પોતાને સુરક્ષિત નહોતી સમજી. તેમણે આ વિશે પાયોનિયરના મેનેજમેન્ટને પણ કંઈ જણાવ્યુ નહોતુ.

આ પણ વાંચોઃ અમેરિકી કોંગ્રેસની પહેલી હિંદુ સાંસદ તુલસી લડશે 2020માં રાષ્ટ્રપતિ ચૂંટણી!આ પણ વાંચોઃ અમેરિકી કોંગ્રેસની પહેલી હિંદુ સાંસદ તુલસી લડશે 2020માં રાષ્ટ્રપતિ ચૂંટણી!

English summary
Journalist Accuses Known Anchor Of Sexual Assault In Me Too.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X