પત્રકાર વિવાદ: ચીનના છેલ્લા પત્રકારને પણ ભારતે પરત મોકલ્યો, 1980 બાદ પ્રથમવાર થયુ
પત્રકારોને લઈને ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર નજીકથી નજર રાખનારા લોકોના મતે ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી સિન્હુઆના રિપોર્ટર લગભગ એક સપ્તાહ પહેલા નવી દિલ્હી છોડીને ગયા છે, જેનો અર્થ એ છે કે હવે ભારતમાં ચીનનો એક પણ પત્રકાર બચ્યો નથી.
ભારતે ચીનમાંથી છેલ્લા પત્રકારને પણ હાંકી કાઢ્યો છે. આ મહિને, ભારત સરકારે ભારતમાં છેલ્લા ચીની પત્રકારના વિઝા લંબાવવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ ન તો એક પણ ભારતીય પત્રકાર ચીનમાં બચ્યો છે અને ન તો ચીનના પત્રકારો ભારતમાં બચ્યા છે.
વર્ષ 1980 પછી, બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થયા પછી, આ પ્રકારનો પહેલો કિસ્સો છે જ્યારે એક પણ ભારતીય પત્રકાર ચીનમાં નથી અને એક પણ ચીની પત્રકાર ભારતમાં નથી. જો કે હાલમાં પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા ન્યૂઝ એજન્સીના એક ભારતીય રિપોર્ટર બેઈજિંગમાં છે, જેમના વિઝા પણ ચીને લંબાવ્યા નથી.

અગાઉ ચીનના વિદેશ મંત્રાલયે 12 જૂનના રોજ કહ્યું હતું કે ભારતીય પત્રકાર "હજુ પણ ચીનમાં કામ કરી રહ્યો છે અને સામાન્ય રીતે જીવી રહ્યો છે" પરંતુ ઉમેર્યું હતું કે જો ભારત "છેલ્લા ચાઇનીઝ રિપોર્ટર" ના વિઝાને લંબાવશે નહીં, તો તે બદલો લઈ શકે છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું, "વર્ષ 2020 થી, ભારતીય પક્ષે ભારતમાં રહેવા માટે ચીની પત્રકારોના વિઝા લંબાવવાનું બંધ કરવાનું શરૂ કર્યું અને તેના કારણે ભારતમાં તૈનાત ચીની પત્રકારોની સંખ્યા 14 થી ઘટીને માત્ર 1 રહી ગઈ."
શું છે ભારત-ચીન પત્રકાર વિવાદ?
આ મહિને બ્લૂમબર્ગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચીનની સરકારે બેઇજિંગમાં રહેતા ભારતીય પત્રકારને દેશ છોડવા માટે કહ્યું છે. ભારતીય પત્રકારે 30 જૂન સુધીમાં બીજિંગ છોડવું પડશે.
તમને જણાવી દઈએ કે 2023 ની શરૂઆતમાં ચાર ભારતીય પત્રકારો ચીનમાં કામ કરી રહ્યા હતા, પરંતુ એપ્રિલ મહિનામાં ચીને બે ભારતીય પત્રકારોના વિઝા ફ્રીઝ કરી દીધા હતા અને તેમને ચીન છોડવા કહ્યું હતું. તે જ સમયે, બાકીના 2 ભારતીય પત્રકારોમાંથી એકને આ મહિને 11 જૂને ચીન છોડવું પડ્યું હતું અને હવે ચીનમાં હાજર રહેલા છેલ્લા ભારતીય પત્રકારે 30 જૂન સુધીમાં ચીન છોડવું પડશે.
પીટીઆઈના પત્રકારને ચીન છોડવાની મંજૂરી મળ્યા પછી, વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા પાડોશી દેશોમાં એકબીજાનો એક પણ પત્રકાર નહીં રહે.
શું છે વિવાદ પાછળનું કારણ?
વાસ્તવમાં, ચીનમાં રહેતા ભારતીય પત્રકારો રાજધાની બેઇજિંગમાં રહીને આટલા મોટા દેશની માહિતી મેળવી શકતા નથી, તેથી તેઓ જુદા જુદા ભાગોમાંથી ફ્રીલાન્સરો રાખે છે. જોકે, ચીને ફ્રીલાન્સર્સની ભરતી પર કેટલાક નિયંત્રણો લાદ્યા છે. ચીને કહ્યું કે એક ભારતીય પત્રકાર માત્ર ચાર સહાયકો રાખી શકે છે અને તે સહાયકોની નિમણૂક પણ ચીન સરકાર કરશે.
આ પછી જ વિવાદ વધતો ગયો અને ભારતે પણ ચીનની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી અને ચીની પત્રકારોના વિઝાની મુદત લંબાવવાનું બંધ કરી દીધું. તેથી, 1980 પછી આ પ્રથમ વખત છે, જ્યારે ભારતમાં એક પણ ચીની પત્રકાર નહીં હોય.
ભૂતકાળમાં બંને દેશોએ એકબીજા પર પત્રકારો સાથે અન્યાયી વ્યવહારનો આરોપ લગાવ્યો છે. જો કે, ભારતે કહ્યું હતું કે ચીનના પત્રકારો અન્ય દેશોના પત્રકારોની જેમ ભારતમાં કામ કરે છે, પરંતુ બેઇજિંગમાં રહેતા ભારતીય પત્રકારોને સ્વતંત્રતા નથી.
China has expelled all Indian journalists and India has paid China back in its own coin. Whose loss or gain is this?
— Brahma Chellaney (@Chellaney) June 27, 2023
Journalists from the Chinese state media often acted as spies in India. The US cracked down on Chinese state media employees for a similar reason in 2020.…
ભારતના અગ્રણી વિદેશ નીતિ નિષ્ણાત બ્રહ્મા ચેલાનીએ કહ્યું છે કે "ચીને તમામ ભારતીય પત્રકારોને હાંકી કાઢ્યા છે અને ભારતે ચીનને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. પરંતુ, નુકસાન કે ફાયદો કોનો?"












Click it and Unblock the Notifications
