For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ચૂંટણી પહેલા જેપી નડ્ડા સંભાળશે ભાજપની બાગડોર, લેશે અમિત શાહની જગ્યા

દિલ્હી ચૂંટણી પહેલા જેપી નડ્ડા સંભાળશે ભાજપની બાગડોર, લેશે અમિત શાહની જગ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. એકબાદ એક રાજ્યમાં સત્તા ગુમાવ્યા બાદ ભાજપે દિલ્હીમાં આખું જોર લગાવી દીધું છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુક્ત કરી શકે છે.

જેપી નડ્ડા સંભાળશે ભાજપની બાગડોર

જેપી નડ્ડા સંભાળશે ભાજપની બાગડોર

ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અમિત શાહની જગ્યા લઈ શકે છે. અગાઉ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો કાર્યકાળ પાછલી જાન્યુઆરીમાં જ સમાપ્ થઈ ગયો હતો, પરંતુ લોકસભા ચૂંટણીના કારણે તેમને પદ પર બનાવી રાખવામાં આવ્યા. ચૂંટણી પૂરી થતા અને અમિત શાહના ગૃહમંત્રી બન્યા બાદ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. ચર્ચા છે કે જેપી નડ્ડા જ પાર્ટીના આગામી અધ્યક્ષ હશે. માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરી 19-20માં ભાજપ તેમના નામની ઘોષણા કરી શકે છે.

દિલ્હી ચૂંટણી પહેલા તાજપોશી

દિલ્હી ચૂંટણી પહેલા તાજપોશી

સૂત્રો મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના પદ પર જેપી નડ્ડાની તાજપોશી જલદી જ થશે. સૂત્રો મુજબ જેપી નડ્ડા 11 મા અધ્યક્ષ બનશે તે નક્કી છે. ઉલ્લેખનીય છે કે જેપી નડ્ડા વિદ્યાર્થી જીવનથી જ રાજનીતિમાં સક્રિય છે. રાજનૈતિક શરૂઆત તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી કર. પહેલીવાર વર્ષ 1993માં હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા. સાંસદ રહેતાકેન્દ્ર સરકારમાં પણ મંત્રી બન્યા, કેટલાય મહત્વના વિભાગો તેમણે સંભાળ્યા. અમિત શાહને મોદી મંત્રિમંડળમાં સામેલ થયા બાદ તેમને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

પૂર્ણકાલિકા અધ્યક્ષની કમી

પૂર્ણકાલિકા અધ્યક્ષની કમી

જણાવી દઈએ કે હાલમાં જ ભાજપના હાથમાંથી ઝારખંડ છીનવાઈ ગયું. મહારાષ્ટ્રમાં સત્તા હાથમાં આવ્યા બાદ લપસી ગઈ. હરિયાણામાં પણ ભાજપને સીટોનું નુકસાન ઉઠાવવું પડ્યું. ભાજપના પ્રદર્શનમાં ગિરાવટનું એક મોટું કારણ પૂર્ણકાલિકા અધ્યક્ષની કમી માનવામાં આવ્યું. જે બાદ હવે માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આને પણ પાર્ટીન સમાપ્ત કરી દેશે.

દિલ્હીમાં ધરપકડ કરાયેલા આઇએસઆઈએસના આતંકવાદીઓએ મોટો ખુલાસો કર્યોદિલ્હીમાં ધરપકડ કરાયેલા આઇએસઆઈએસના આતંકવાદીઓએ મોટો ખુલાસો કર્યો

English summary
jp nadda to replace amit shah as president of bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X