For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kamla Nehru Hospital Fire News : અંદર ધુમાડો, બહાર અરાજકતા, 4 માસુમના મોત

મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલની સરકારી કમલા નેહરૂ હોસ્પિટલમાં લગભગ બે કલાક પહેલા લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. અંદર ફસાયેલા બાળકોને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જો કે, આ દરમિયાન ચાર બાળકોના મોત થયા હતા.

|
Google Oneindia Gujarati News

Kamla Nehru Hospital Fire News : મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલની સરકારી કમલા નેહરૂ હોસ્પિટલમાં લગભગ બે કલાક પહેલા લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. અંદર ફસાયેલા બાળકોને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. જો કે, આ દરમિયાન ચાર બાળકોના મોત થયા હતા.

mp

તબીબી શિક્ષણ પ્રધાન વિશ્વાસ સારંગે જણાવ્યું હતું કે, વોર્ડમાં 40 બાળકો હતા જેમાંથી 36 સુરક્ષિત છે. દરેક મૃતકના માતા-પિતાને 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

mp

આ ઘટના અંગે ટ્વીચ કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભોપાલની કમલા નેહરૂ હોસ્પિટલના ચાઈલ્ડ વોર્ડમાં આગ લાગવાની ઘટના દુઃખદ છે. બચાવ કામગીરી ઝડપથી કરવામાં આવી હતી. આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તપાસ એસીએસ પબ્લિક હેલ્થ એન્ડ મેડિકલ એજ્યુકેશન મોહમ્મદ સુલેમાન કરશે. બાળકોની દુનિયામાંથી અકાળે વિદાય એ અસહ્ય પીડાદાયક છે. હું દિવંગત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. આ બાળકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય, એવી મારી પ્રર્થના છે... ઓમ શાંતિ.

મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર વિશ્વાસ સારંગની સાથે ભોપાલના કલેક્ટર અવિનાશ લાવાણિયા અને ડીઆઈજી ઈર્શાદ વલી ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ લગભગ ત્રણ કલાક સુધી હોસ્પિટલની બહાર અરાજકતા જોવા મળી હતી.

આ આગ હોસ્પિટલના ત્રીજા માળે પીડિયાટ્રીક વોર્ડમાં લાગી હતી, જ્યાં નાના બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા. તેમના સંબંધીઓ બહાર હાજર હતા, પરંતુ તેમને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. પીડિત પરિવારના સભ્યોને સંભાળવામાં પોલીસ અને અધિકારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કેટલાક સંબંધીઓએ હોસ્પિટલ સ્ટાફ પર બેદરકારીનો આરોપ પણ લગાવ્યો છે. તેઓ જણાવે છે કે, આગ લાગ્યા બાદ તરત જ બાળકોને બચાવી શકાયા હોત, પરંતુ સ્ટાફ પોતાને બચાવવા ગયો હતો અને બાદમાં બાળકોને બચાવવાના પ્રયાસો શરૂ થયા હતા, ત્યાં સુધીમાં આગ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચુકી હતી અને અંદર ધુમાડો ભરાઈ ગયો હતો.

આગ કાબુમાં આવ્યાની ખાતરી થયા બાદ લાંબા સમય બાદ પણ પરિવારજનોને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. જેના કારણે તે પરેશાન દેખાતા હતા. આ અંગે અધિકારીઓ હજૂ કંઈ કહેવા તૈયાર ન હતા. તેમણે કહ્યું કે, તેમની પ્રથમ પ્રાથમિકતા આગ બુઝાવવાની અને બાળકોને સુરક્ષિત રીતે બચાવવાની છે. આ માટે અન્ય વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડ અને તબીબોની ટીમ બોલાવવામાં આવી હતી. આગ કાબુમાં આવ્યા બાદ પણ અંદર ધુમાડાના ગોટેગોટા ભરાયા હોવાથી અધિકારીઓ કંઈ કહેવા તૈયાર ન હતા.

આ સાથે બાળકોના પરિવારજનો હોસ્પિટલ બહાર હોબાળો મચાવતા રહ્યા. અનેક મહિલાઓ રડતી જોવા મળી હતી. તેઓ એવી પણ રાહ જોઈ રહ્યા હતા કે અંદરનો ધુમાડો દૂર થાય તો બહારથી થોડી માહિતી મળી શકે.

English summary
Kamla Nehru Hospital Fire News: Smoke inside, chaos outside, death of 4 children.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X