For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એકનાથ શિંદેને ખાસ અંદાજમાં કંગનાએ આપી શુભકામના, બોલી - જબરદસ્ત પ્રેરક કહાની છે

હવે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ છે અને એકનાથ શિંદે રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે ત્યારે કંગના રનોતે તેમને અભિનંદન પાઠવ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી કંગના રનોત અને ઉદ્ધવ સરકાર વચ્ચેનો સંબંધ કંઈ ખાસ રહ્યો નથી. જે રીતે ઉદ્ધવ સરકારે કંગના રનોતની ઓફિસ પર બુલડોઝર લગાવ્યુ તે પછી કંગનાએ ઉદ્ધવ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હવે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ છે અને એકનાથ શિંદે રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે ત્યારે કંગના રનોતે તેમને અભિનંદન પાઠવ્યા છે. કંગના રનોતે એકનાથ શિંદે જે રીતે જમીન પરથી ઉભા થઈને રાજ્યના મુખ્યમંત્રી પદને સંભાળ્યું તેની પ્રશંસા કરી છે. એકનાથ શિંદે પહેલા ઓટો રિક્ષા ચલાવતા હતા.

એકનાથ શિંદેને કહાનીને ગણાવી પ્રેરક

એકનાથ શિંદેને કહાનીને ગણાવી પ્રેરક

કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર એકનાથ શિંદેની તસવીર શેર કરી અને લખ્યુ, 'કેટલી અદ્ભુત પ્રેરણાત્મક સફળતાની કહાની છે. જીવનનિર્વાહ માટે ઓટો રિક્ષા ચલાવવાથી લઈને દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા સુધી, અભિનંદન સાહેબ.' કંગના રનોત સમયાંતરે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પર આકરા પ્રહારો કરતી હતી. અનેક પ્રસંગોએ તેણે ઉદ્ધવ સરકારના નિર્ણયોની ટીકા પણ કરી હતી. હાલમાં જ ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ કંગનાએ કહ્યુ હતુ કે 2020માં મે કહ્યુ હતુ કે લોકશાહીમાં આસ્થા ટકે છે. જેણે આ વિશ્વાસ તોડ્યો છે તે માત્ર લોભ માટે જ ખતમ થઈ જશે. અહંકારનો અંત આવશે.

કંગનાની ઑફિસનો વીડિયો થયો વાયરલ

કંગનાની ઑફિસનો વીડિયો થયો વાયરલ

હાલમાં જ મહારાષ્ટ્રના રાજકીય સંકટ દરમિયાન કંગના રનોતની મુંબઈમાં બનેલી નવી ઓફિસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કંગનાએ કહ્યુ હતુ કે ઉદ્ધવ ઠાકરે તમને શું લાગે છે, તમે મારાથી બદલો લીધો છે, મારુ ઘર તોડીને તમે ફિલ્મી દુનિયાના માફિયાઓને ખુશ કરવા આ કર્યુ છે. આજે મારુ ઘર તૂટ્યુ છે, કાલે તમારુ અભિમાન તૂટશે, એ તો બસ સમયની વાત છે, યાદ રાખજો.

ભાજપની સમર્થક રહી છે કંગના

ભાજપની સમર્થક રહી છે કંગના

નોંધનીય છે કે રાજ્યમાં રાજકીય સંકટ પછી ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. જે બાદ ભારતીય જનતા પાર્ટીએ એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા છે. કંગના ભાજપની સમર્થક રહી છે અને અવારનવાર ભાજપ અને પીએમ મોદીના વખાણ કરે છે. કંગનાના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તે તેજસમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે ભારતીય વાયુસેનાની ઓફિસર બની છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. હાલમાં તે ઇમરજન્સી ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.

English summary
Kangana Ranaut praises Eknath Shinde says his success story is inspirational.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X