જાણો, કેટલી છે કન્હૈયા કુમારની સંપત્તિ, શું કરે છે કામ?
નવી દિલ્હીઃ જેએનયૂ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈની ટિકિટથી બેગૂસરાયથી લોકસભા ચૂંટણી લડી રહેલા કન્હૈયા કુમારે મંગળવારે પોતાનું નામાંકન પત્ર દાખલ કરી દીધું. કન્હૈયા કુમારના નામાંકન જુલૂસમાં દરેક ઉંમર અને વર્ગના લોકો સામેલ રહ્યા. સૌથી મોટી સંખ્યા યુવાનોની રહી. કન્હૈયાના નામાંકનના જુલૂસમાં ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર, સામાજિક કા્યકર્તા તીસ્તા શીતલવાડ, સપીઆઈ નેતા અતુલ અંજાન, સીપીએમ નેતા હનાન મુલ્લા, જેએનયૂ વિદ્યાર્થી સંના પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદ, પૂર્વ સચિવ રામા નાગા, ફાતિમા નસીમ, ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, ગુરમેહર કૌર સહિત હાજર રહ્યા. કન્હૈયા કુમારે પોતાના નામાંકન પત્રમાં ખુદને બેરોજગાર ગણાવ્યા. ઉપરાંત તેણે પોતાની કોલ સંપત્તિ 8 લાખ રૂપિયા જણાવી.

8.5 લાખ રૂપિયાની સંપત્તિ
નામાંકન માટે રજૂ કરવામાં આવેલ સોગંધનામામાં કન્હૈયા કુમારે 2018-19માં પોતાની કુલ આવક 2,28,290 રૂપિયા ગણાવી. જ્યારે 2017-18માં તેણે પોતાની કુલ આવક 6,30,360 રૂપિયા દેખાડી છે. આ હિસાબે તેની પાસે કુલ 8.5 લાખ રૂપિયાની સંપત્તિ છે. કન્હૈયા કુમારે પોતાના નામાંકન પત્રમાં બે નાણાકીય વર્ષની જાણકારી આપી છે. જો કે સામાન્ય રીતે નામાંકનના સોગંધનામામાં ઉમેદવાર પાસેથી પાંચ વર્ષની નાણાકીય માહિતી માંગવામાં આવે છે. જ્યારે કન્હૈયાએ બેરોજગાર અને સ્વતંત્ર લેખક ગણાવ્યો. બેગૂસરાયના બીહટ ગામમાં વારસાગત મળેલ દોઢ વિઘા ખરાબાની જમીન છે.

કન્હૈયાએ ખુદને બેરોજગાર ગણાવ્યો
ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવેલ પોતાના સંગંધનમામાં કન્હૈયા કુમારે જણાવ્યું કે હાલ તેમની પાસે 24 હજાર રૂપિયા રોકડ છે, જ્યારે એક બેંક અકાઉન્ટમાં 1,63,647 અને બીજામાં 50 હજાર રૂપિયા જમા છે. આ ઉપરાંત કન્હૈયા કુમારે પોતાની આવકનો મુખ્ય સ્રોત પુસ્તકો અને વિવિધ જગ્યાએ આપેલ વ્યાખ્યાનોની રોયલ્ટી તરીકે રજૂ કરી છે. ઉપરાંત અપરાધિક રેકોર્ડ વાળી કોલમમાં કન્હૈયાએ પોતાની ઉપર ચાલુ 5 કેસનો ઉલ્લેખ કર્યો. જે કન્હૈયા પર જેએનયૂ અધ્યક્ષ હતો ત્યારે દાખલ કરવામાં આવ્યા હતા. સોગંધનામા મુજબ કન્હૈયા કુમાર પર ધાર્મિક સંભાગ બગાડવા, અનાધિકૃત સભા કરવા, સરકારી કામમાં સમસ્યા પેદા કરવા, કલમ 124એ અંતર્ગત નારેબાજી કરવા સહિતના કુલ 5 અપરાધિક મામલા નોંધાયેલ છે.

ખુલી જીપમાં નામાંકન કરવા પહોંચ્યો કન્હૈયા
મંગળવારે ખુલી જીપમાં કન્હૈયા કુમાર સાથે પૂર્વ સાંસદ શત્રુઘ્ન પ્રસાદ સિંહ, પૂર્વ ધારાસભ્ય અવધેશ રાય, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, પૂર્વ વિધાન પાર્ષદ ઉષા સહની સહિતના લોકો હાજર રહતા. રેલીમાં મોટી સંખ્યામાં લઘુમતી અંતર્ગત આવતા લોકો પણ સામેલ થયા. હાથોમાં લાલ ઝંડો લઈ યુવાનો જોરશોરથી નારા લગાવી રહ્યા હતા. કન્હૈયાના આ રોડ શોને અભૂતપૂર્વ જનસમર્થન મળ્યું. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલ કાફલે 10 વાગ્યા સુધી રહ્યો. કન્હૈયા કુમારના જિલ્લા બેગૂસરાયમાં તેમનો મુકાબલો ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને રાજદના તનવીર હસન સામે છે.
પીએમની રેસમાં રાહુલ નથી, મને ખબર છે કોણ પ્રધાનમંત્રી બનશેઃ શરદ પવાર

દેશભરમાં કન્હૈયા કુમાર સંઘર્ષનું પ્રતિક બન્યો
કન્હૈયાના નામાંકનમાં હાજરી આપવા પહોંચેલ અભિનેત્રી સ્વરા ભાસ્કરે કહ્યું કે કન્હૈયા દેશમાં સંઘર્ષનું પ્રતિક બની ગયો છે. તે ખેડૂત, વિદ્યાર્થી અને શિક્ષણ તથા રોજગારના મુદ્દાઓને લઈ હિંમતથી અવાજ બુલંદ કરે છે. આ વાત જ આકર્ષિત કરે છે. માટે તેના સમર્થનમાં મુંબઈથી બેગૂસરાય પહોંચી છું. જેએનયૂથી ગાયબ થયેલ વિદ્યાર્થી નજીબના માતા ફાતિમા નસીમ કહે છે કે તેમનો દીકરો દોઢ વર્ષ પહેલા જેએનયૂથી અચાનક ગાયબ થઈ ગયો. તેની તલાશમાં તે ભટકી રહી છે. કન્હૈયા કુમાર જ એ શખ્સ છે જેણે કોઈપણ જાતિ-ધર્મનો ભેદભાવ કર્યા વિના મારા દીકરા માટે અવાજ ઉઠાવ્યો છે.