• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કન્હૈયા કુમાર, એક નવો રાજકીય રોટલો! જાણો કોણે શું કહ્યું

|

દેશદ્રોહના આરોપના સામનો કરીને છૂટેલા જેએનયૂના વિદ્યાર્થી સંધના અધ્યક્ષ કન્હૈયા કુમારે ગુરુવાર રાતે જેએનયૂ પરિસરમાં વિજય યાત્રા સાથે એક ભાષણ આપ્યું. અને રાતો રાતે ઇન્ટરનેટથી લઇને તમામ મીડિયા ચેનલ અને મીડિયામાં તે છવાઇ ગયો. તેણે કહ્યું કે મને દેશથી નહીં પણ દેશમાં આઝાદી જોઇએ છે. તેણે કહ્યું કે તે ગરીબી, અશિક્ષા, જાતિવાદ અને આરએસએસથી દેશને આઝાદી અપવવા ઇચ્છે છે. તેના ભાષણમાં તેને ભાજપ, આરએસએસ અને એબીવીપી સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તીખા પ્રહારો કર્યા. ઇન શોર્ટ ઝાટકણી કાઢવામાં તેને ભાજપના કોઇ પણ મોટા નેતાને ના છોડ્યા.

જે બાદ કેજરીવાલ તેના ભાષણના ભરપૂર વખાણ કર્યા અને કહ્યું કે "મેં મોદીને કહ્યું હતું કે વિદ્યાર્થીઓથી પંગો ના લે". તો બીજી તરફ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે દિલ્હી પોલિસ અને ગૃહપ્રધાન રાજનાથ સિંહને ટ્વીટ કરીને ધન્યવાદ આપતા લખ્યું કે તેમને કન્હૈયા વિદ્યાર્થીઓના મોટા નેતા તરીકે સ્થાપિત કરી દીધો છે. ત્યાં જ ભાજપના નેતાઓએ કન્હૈયાના ભાષણને ટિપ્પણી કરવા યોગ્ય પણ ના જણાવ્યું.

તો બીજી તરફ સોશ્યલ મીડિયા પર પણ આઝાદી હેશટેગ સાથે કેટલાક લોકોએ કન્હૈયાને એક નવા હિરો તરીકે રજૂ કર્યો તો કેટલાક તેની નિંદા પણ કરી. તે વાત પણ છે કે બહુ લાંબા સમય બાદ એક યુનિવર્સિટીના નેતાને મીડિયામાં આટલું મોટું કવરેજ મળ્યું.

જો કે કારણ જે પણ હોય તે વાત તો છે કે આવનારા કેટલાક સમય સુધી કન્હૈયા કુમાર, એક નવો રાજકીય રોટલો જરૂરથી બની રહેશે. તેનાથી લેફ્ટ વિચારધારાને એક નવી આગ જરૂરથી મળી રહેશે. પણ આ મોટી મોટી વાતોથી જનતાને શું મળશે અને ક્યારે મળશે તે વાત વિચારવા લાયક બની જાય છે. કારણ કે આ પહેલા પણ અનેક નેતાઓએ આવી વાતો કરી છે પણ હકીકત તે છે કે બદલાવ હજી દૂર છે!

કન્હૈયા- ઇચ્છા થઇ કે મોદીનો સૂટ પકડી કહું હિટલર પર પણ બોલો!

કન્હૈયા- ઇચ્છા થઇ કે મોદીનો સૂટ પકડી કહું હિટલર પર પણ બોલો!

મોદી પર ટિપ્પણી કરતા કન્હૈયાએ કહ્યું કે મારી માં કહે છે કે મોદીજી મનની વાત કરે છે પણ કોઇનું સાંભળતા નથી. તેણે કહ્યું કે જે દિવસે મોદી ભાષણ આપી રહ્યો હતો ત્યારે મને થયું કે ટીવીમાં ધૂસી તેનો સૂટ પકડીને કહું હીટલરની પણ વાત કરી લે. તેણે કહ્યું કે મોદી અને તેની સરકાર જનવિરોધી પાર્ટી છે.

સ્મૃતિ ઇરાની પર કન્હૈયાએ કહ્યું

સ્મૃતિ ઇરાની પર કન્હૈયાએ કહ્યું

માનવ સંશાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાની પર કન્હૈયાએ કહ્યું કે આવનારા સમયમાં કોર્ટ નક્કી કરશે કે કોણે દેશદ્રોહ કર્યો છે અને કોણે દેશભક્તિ નીભાવી છે. અમે સ્મૃતિ ઇરાનીના બાળકો નથી. અમે જેએનયૂના બાળકો છે. અમને અમારી ફેલોશિપ આપી દો અને રોહિત વેમૂલાની હત્યાની જવાબદારી સ્વીકારી લો.

સુબ્રમણ્યમ સ્વામી પર કન્હૈયાનો વાર

સુબ્રમણ્યમ સ્વામી પર કન્હૈયાનો વાર

સુબ્રમણ્યમ સ્વામી પર બોલતા કન્હૈયાએ કહ્યું કે હું તેમની સાથે વાદ વિવાદ કરવા તૈયાર છું. તેમની વાતોમાં કોઇ તર્ક નથી.

#Azadi

#Azadi

કન્હૈયાએ તેના આક્રમક ભાષણમાં કહ્યું કે તે ભારતને લૂટવા વાળા સામે આઝાદીની ચળવળ ચલાવશે. ગરીબી, જાતિવાદ, આરએસએસ અને ભાજપથી તે ભારતને આઝાદ કરશે જે બાદ લાલ સલામ અને જય ભીમના અનેક નારા જેએનયૂમાં લાગ્યા.

કેજરીવાલે કન્હૈયાની પીઠ થબથબાવી

કેજરીવાલે કન્હૈયાની પીઠ થબથબાવી

કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કન્હૈયાની આ સ્પીચના ભરપેટ વખાણ કર્યા તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે મોદીએ વિદ્યાર્થીઓ જોડે પંગો લઇને ભૂલ કરી છે.

દિગ્વિજય સિંહે પણ કહ્યું ધન્યવાદ

દિગ્વિજય સિંહે પણ કહ્યું ધન્યવાદ

કોંગ્રેસ નેતા દિગ્વિજયે પણ કહ્યું કે ભાજપ અને દિલ્હી પોલિસની ભૂલના કારણે એક લોકોને નવો એક છાત્ર નેતા મળી ગયો.

ભાજપના વેકૈંયા નાયડૂએ પબ્લિસીટી સ્ટંટ કહ્યો

ભાજપના વેકૈંયા નાયડૂએ પબ્લિસીટી સ્ટંટ કહ્યો

જો કે ભાજપના નેતા વેકૈંયા નાયડૂએ કન્હૈયાની સ્પીસને પબ્લિસીટી સ્ટંટ કહીને કહ્યું કે આ દ્વારા કન્હૈયા રાજકારણમાં આવવા માંગે છે બસ.

કન્હૈયા છે નવો રાજકીય રોટલો

કન્હૈયા છે નવો રાજકીય રોટલો

જો કે આમ પણ આપણી રાજકીય પાર્ટીને બીજાના આગથી પોતાનો રોટલો શેકતા સારી રીતે આવડે છે. અને કન્હૈયા કુમાર આવા જ એક નવો રાજકીય રોટલો છે તેમના માટે તે વાતમાં કોઇ નવાઇ નથી. જો કે તે વાત જરૂરથી છે કે બહુ લાંબા સમય બાદ કોઇ વિદ્યાર્થી સંધના અધ્યક્ષને આટલું બધુ કવરેજ મળ્યું છે.

વાતો, વાતો અને માત્ર વાતો

વાતો, વાતો અને માત્ર વાતો

જો કે કન્હૈયાના ભાષણમાં અનેક મોટી વાતો કરવામાં આવી પણ જમીની હકીકત તે છે કે આ વાતોને પરિપૂર્ણ કરવા માટે પણ સિસ્ટમમાં આવવું પડે છે. આ પહેલા આપ અને કેજરીવાલે પણ ભષ્ટ્રાચાર પર આવી જ આઝાદીની વાતો કરી હતી અને તે પણ જ્યારે સિસ્ટમમાં જોડાઇ ત્યારે લોકોને ક્યાંક થયું કે તે છેતરાયા છે. સામાન્ય નાગરિકને પણ આઝાદી જોઇએ છે પણ વાત એ છે કે આઝાદીની વાતો કરવા અને ત્યાં સુધી પહોંચવામાં આજ દિવસ સુધી તો હાથીના દાંત દેખવાના કંઇ અને ચાવવા કંઇ તેવું જ જોવા મળ્યું છે. ત્યારે શું ફરથી જનતા હાથે ખાલી પોકળ, મોટી મોટી વાતો જ આવશે કે જમીની સ્થરે પણ કંઇ બદલાવ આવશે તે જોવું જ રહ્યું.

English summary
How Kanhaiya Kumar’s fiery speech lifted the spirits of Indians
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more