For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંવિધાન બચાઓ રેલીમાં રાષ્ટ્રગાન ભૂલી ગયા કન્હૈયા કુમાર, માર્યો આ લોચો

સંવિધાન બચાઓ રેલીમાં રાષ્ટ્રગાન ભૂલી ગયા કન્હૈયા કુમાર, માર્યો આ લોચો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સીપીઆઈ નેતા અને જેએનયૂએસયૂના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર હાલ બિહારના વિવિધ જિલ્લાઓમાં નાગરિકતા સંશોધન બિલ વિરુદ્ધ રેલી કાઢી રહ્યા છે. આ દરમિયાન પટનાના ગાંધી મેદાનમાં સંવિધાન બચાઓ, નાગરિકતા બચાઓ મહારેલી દરમિયાન કન્હૈયા કુમારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. જ્યારે કન્હૈયા કુમારે ગાંધી મેદાનમાં હાજર લોકો સાથે ઉભા રહી રાષ્ટ્રગાન ગાવાની અપીલ કરી અને પછી રાષ્ટ્રગાન શરૂ કર્યું, પરંતુ કન્હૈયા અધવચ્ચે જ રાષ્ટ્રગાનને ભૂલી ગયા.

રાષ્ટ્રગાનમાં ભૂલ કરી બેઠો કન્હૈયા

રાષ્ટ્રગાનમાં ભૂલ કરી બેઠો કન્હૈયા

કન્હૈયા કુમારે રેલી દરમિયાન જ્યારે રાષ્ટ્રગાન શરૂ કર્યું તો તેમણે અંતિમ બે લાઈનમાં જન ગણ મંગલને બદલે જન મન ગણ ગાઈ દીધું. જો કે, કન્હૈયાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને પછી ફરી પોતાનું રાષ્ટ્રગાન પૂરું કર્યું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો અને યૂઝર્સે કન્હૈયા કુમારને ટ્રોલ કરવા શરૂ કરી દીધા. નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ કાઢવામાં આવેલી આ રેલીમાં સીપીઆઈના કેટલાય નેતા હાજર હતા. આ મંચ પર 6-7 વર્ષના એક માસૂમે પીએમ મોદીના વિરોધમાં નરેન્દ્ર મોદી મુર્દાબાદના નારા લગાવ્યા, જેના પર મંચ પર હાજર કેટલાક નેતાઓએ અસહમતિ જતાવી પરંતુ કન્હૈયાએ આ બાળકને પાસે બોલાવી ગળે લગાવી લીધો.

કેન્દ્ર પર હુમલો બોલ્યો

કેન્દ્ર પર હુમલો બોલ્યો

આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારે પર હુમલો બોલ્યો. કન્હૈયા કુમારે દિલ્હી હિંસાને લઈ ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે ઘટનાને કારણે તેમને ત્રણ દિવસથી નિંદર નથી આવી રહી. તેમણે કહ્યું કે ગાંધી જિંદાબાદ કહેનારાઓને દેશદ્રોહી કહેવાઈ રહ્યા છે અને ગોડસે જિંદાબાદ કહેનારાઓ સંસદ પહોંચી રહ્યા છે. કન્હૈયાએ કહ્યું કે આઝાદી બાદ જે મુસલમાન દેશમાં રહી ગયા તેમને જિન્નાને બદલે ગાંધીને રાષ્ટ્રપિતા માન્યા પરંતુ આ સરકારે ગુડસેને ચૂંટવાનું કામ કર્યું છે.

સીએએ વિરુદ્ધ કન્હૈયા રેલી કરી રહ્યા છે

સીએએ વિરુદ્ધ કન્હૈયા રેલી કરી રહ્યા છે

જણાવી દઈએ કે પાછલા દિવસોમાં કન્હૈયા કુમારના કાફલા પર હુમલાની કેટલીય ઘટનાઓ સામે આવી હતી. બિહારના જમુઈમાં કન્હૈયા કુમાર અને તેમની સાથે ચાલી રહેલ લોકોને નિશાન બનાવ્યા હતા. કન્હૈયાના કાફલા પર ઈંડા અને ટમેટા ફેંકવામાં આ્યા અને તેમની વિરુદ્ધ નારેબાજી પણ થઈ. આ દરમિયાન મોડે સુધી હંગામાની સ્થિતિ રહી. બહુ મુશ્કેલીથી પોલીસે સ્થિતિ સંભાળી હતી. સુપૌલ, કટિહાર, મધેપુરા અને સીવાનમાં પણ તેમના કાફલા પર હુમલા થઈ ચૂક્યા છે. કન્હૈયા કુમારે 30 જાન્યુઆરીએ બેતિયાથી સીએએ અને એનઆરસી વિરુદ્ધ જન ગણ મન યાત્રાની શરૂઆત કરી હતી.

આજ સુધી એકેય હિન્દુ રાજાએ મસ્જિદ નથી તોડી, સેક્યુલરનો મતલબ ધર્મનિરપેક્ષતા નહિઃ ગડકરીઆજ સુધી એકેય હિન્દુ રાજાએ મસ્જિદ નથી તોડી, સેક્યુલરનો મતલબ ધર્મનિરપેક્ષતા નહિઃ ગડકરી

English summary
kanhaiya umar forgot the lines of national anthem in patna rally
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X