500 રૂપિયાના વિવાદમાં મારી હતી 8 ગોળીઓ, આરોપીની ધરપકડ

Posted By:
Subscribe to Oneindia News

કાનપુરમાં 1 માર્ચ દરમિયાન ટેન્ટ કારોબારી અજય વર્માની તાબડતોડ ગોળીઓ મારી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યારાઓ ગોળીઓ મારીને ત્યાંથી ફરાર થઇ ગયા. આ હત્યા કેસને પોલીસે એક ચુનોતી રૂપે લીધો અને 5 દિવસની અંદર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી. એસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે દારૂ પીવા દરમિયાન બંને વચ્ચે 500 રૂપિયા માટે ઝગડો થયો જેના કારણે અજય વર્માની હત્યા કરી દેવામાં આવી હતી.

kanpur

મળતી જાણકારી અનુસાર કલ્યાણપુર ચોકી વિસ્તારમાં રહેનાર અજય વર્મા ટેન્ટ નો વેપાર કરતો હતો. ગુરુવાર ની મોડી રાત્રે તે હોળીના તહેવારમાં ક્ષેત્રમાં ફરી રહ્યો હતો અને ટેન્ટ દુકાનમાં લાઈટનું કામ કરનાર તેના સાથી રાજુને મળવા માટે કલા મોહોલ્લામાં આવેલા તેના ઘરે જઈ રહ્યો હતો. ત્યાં જ હરદેવ બાબા વાળી ગલીમાં કેટલાક લોકોએ તેને ઘેરી લીધો અને તેના પર ફાયરિંગ કરવાનું ચાલુ કરી દીધું. હુમલાખોરો એ અજય પર તાબડતોડ 8 ગોળીઓ મારી જેના કારણે તેની ત્યાં જ મૌત થઇ ગયી.

પોલીસે હત્યારાઓને પકડવા માટે તપાસ ચાલુ કરી દીધી જેના પછી પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી. એસપી ગૌરવ ગ્રોવર ઘ્વારા પ્રેસ વાતચીત દરમિયાન જણાવવામાં આવ્યું કે સૌરભ પાંડે અને તેના મિત્રો અજય વર્મા સાથે બેસીને એક જગ્યા પર દારૂ પી રહ્યા હતા. તે દરમિયાન અંદર અંદર પૈસાને લઈને તેમની વચ્ચે વિવાદ થઇ ગયો. તેના પછી અજય ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારપછી સૌરભ પાંડે, સંદીપ તિવારી અને તેના બીજા બે સાથીઓ અજયનો પીછો કરવા લાગ્યા અને તેની ગોળીઓ મારી હત્યા કરી.

English summary
Kanpur businessman shot dead due dispute 500 rupees only

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.