For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kanpur Encounter Case: ગેંગસ્ટર વિકાસ દુબેના 2 સાથીઓને પોલીસે ઠાર માર્યા

Kanpur Encounter Case: ગેંગસ્ટર વિકાસ દુબેના 2 સાથીઓને પોલીસે ઠાર માર્યા

|
Google Oneindia Gujarati News

લખનઉઃ કાનપુર શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબેના બહુ નજીકના પ્રભાત મિશ્રા અને રણબીર શુક્લાને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે, જણાવી દઇએ કે પોલીસે પ્રભાત મિશ્રાની ધરપકડ ફરીદાબાદની હોટલથી કરી હતી, પોલીસનું કહેવું છે કે પ્રભાત કસ્ટડીમાથી ભાગવાની કોશિશ કરી રહ્યો હતો તે દરમિયાન પોલીસે તેના પર ગોળી ચલાવવી પડી. જ્યારે વિકાસ દુબેનો બીજો સાથી રણવીર ઉર્ફ બમ્મન પણ ઇટાવામાં થયેલ અથડામણમાં ઠાર મરાયો છે. રણવીર ઉર્ફ બમ્મનના માથે 50 હજાર રૂપિયાના ઇનામની ઘોષણા પણ થઇ હતી.

પ્રભાત મિશ્રાએ પોલીસ પર હુમલો કર્યો

પ્રભાત મિશ્રાએ પોલીસ પર હુમલો કર્યો

આ વિશે વાત કરતા આઇજી મોહિત અગ્રવાલે કહ્યું કે પોલીસ ટીમ પ્રભાત મિશ્રાને ટ્રાન્જિટ રિમોટ પર કાનપુર લાવી રહી હતી, હાઇવે પર રસ્તામાં ગાડી પંચર થઇ ગઇ, આ દરમિયાન પ્રભાતે પોલીસ પર હુમલો કરી દીધો અને હથિયાર છીનવી ભાગવાની કોશિશ કરી, જે કારણે તેના પર ગોળી ચલાવવી પડી, આ એન્કાઉન્ટરમાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.

ઇટાવામાં રણવીર ઉર્ફ બમ્મનનું એન્કાઉન્ટર

ઇટાવામાં રણવીર ઉર્ફ બમ્મનનું એન્કાઉન્ટર

ઇટાવામાં રણવીર ઉર્ફ બમ્મનનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું, જણાવી દઇએ કે મોડી રાતે સિવિલ લાઇન પોલીસ સ્ટેશનની હદમાથી સ્વિફ્ટ ડિઝાયર ગાડી લૂંટીને ભાગી રહેલા બદમાશ પર પોલીસે ફાયરિંગ શરૂ કરી દીધું, આ ફાયરિંગમાં બદમાશ ઠાર મરાયો, જેની ઓળખ વિકાસ દુબેના નજીકના રણબીર શુક્લા તરીકે થઇ, જો કે તેના ત્રણ સાથી ભાગવામાં સફળ રહ્યા, હાલ ઇટાવા પોલીસે આજુબાજુના જિલ્લાઓને અલર્ટ કરી દીધા છે, રણબીર પણ કાનપુર શૂટઆઉટનો એક આરોપી હતો.

મોસ્ટવોન્ટેડ ગેંગસ્ટર વિકાસ દુબે હજી પણ ફરાર

મોસ્ટવોન્ટેડ ગેંગસ્ટર વિકાસ દુબે હજી પણ ફરાર

જણાવી દઇએ કે મોસ્ટવોન્ટેડ ગેંગસ્ટર વિકાસ દુબેને શોધવા માટે જોરશોરથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, કાલે ફરીદાબાદમાં વિકાસ દુબે હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. વિકાસ દુબે ઑટોમાં સવાર થઇ જઇ રહ્યો હોય તેવી એક સીસીટીવી ફૂટેજ સામે આવી. વિકાસ દુબે નોઇડામાં ફિલ્મ સિટીમાં સરેન્ડર કરવાને લઇ દિવસભર સૂચના ચાલતી રહી. આ સૂચનાને પગલે પોલીસે મોડી રાત સુધી ફિલ્મ સિટીના ખુણે ખુણે પોલીસબળ તહેનાત કરી દીધું હતું.

વિકાસ દુબે સામે 60થી વધુ કેસ નોંધાયા

વિકાસ દુબે સામે 60થી વધુ કેસ નોંધાયા

જણાવી દઇએ કે વિકાસ દુબે પાછલા 7 દિવસોથી ફરાર છે, યૂપી એસટીએફ અને પોલીસની લાખો કોશિશો છતાં તે હજી પોલીસની પકડમાં આવ્યો નથી, જુર્મની દુનિયાનું ખૌફનાક નામ વિકાસ દુબે એજ અપરાધી છે જેણે વર્ષ 2001માં રાજનાથ સિંહ સરકારમાં મંત્રીનો દરજ્જો મેળવેલા સતોષ શુક્લાની પોલીસ સ્ટેશને ઘૂસીને હત્યા કરી હતી, હિસ્ટ્રીશીટર વિકાસ દુબે સામે 60થી વધુ કેસ નોંધાયા છે અને હવે તેના પર ઇનામની રાશિ પણ વધારી દેવામાં આવી છે, તેના સમાચાર આપનાને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

આઠ પોલીસકર્મી શહીદ

આઠ પોલીસકર્મી શહીદ

જણાવી દઇએ કે કાનપુરના ચૌબેપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના બિકરૂ ગામમાં કુખ્યાત અપરાધી વિકાસ દુબે અને તેના સાથીઓ સાથે અથડામણમાં ડીએસપી દેવેન્દ્ર મિશ્રા સહિત આઠ પોલીસકર્મી શહીદ થઇ ગયા હતા.

કાનપુર એન્કઉન્ટર: SO વિનય તિવારી અને ઇન્સપેક્ટર કેકે શર્મા ગિરફ્તારકાનપુર એન્કઉન્ટર: SO વિનય તિવારી અને ઇન્સપેક્ટર કેકે શર્મા ગિરફ્તાર

English summary
Kanpur Encounter Case: Gangster Vikas Dubey's 2 accomplices shot dead by police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X