કપિલ મિશ્રા પહોંચ્યા ACB, શું કેજરીવાલની પોલ ખુલશે?

Posted By:
Subscribe to Oneindia News

ભષ્ટ્રાચારના આરોપો હેઠળ બીજાના રાજીનામાં માંગનાર દિલ્હીના મુખ્યમંત્રી તેવા અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ હવે વધી છે. હવે કેજરીવાલનું રાજીનામું કોંગ્રેસ અને ભાજપ જેવી વિપક્ષ પાર્ટીઓ માંગી રહી છે. કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી પર તેમની જ પાર્ટીના નેતા લગાવ્યો છે ભષ્ટ્રાચારનો આરોપ. કપિલ શર્માએ 2 કરોડની લાંચ લેવાનો આરોપ કેજરીવાલ પર લગાવ્યો છે. અને આ માટે આજે તે 11 વાગે એસીબીની ઓફિસ પણ પહોંચ્યા હતા. જ્યાં તેમણે એસીબીને કેજરીવાલ વિરુદ્ધ જે મહત્વના પુરાવા છે તે આપવાની વાત કરી હતી. અહીં તે એસીબીને ટેન્કર કૌભાંડ સાથે જોડાયેલા બે લોકોના નામ આપશે. કપિલે અશીષ તલવાર અને વિભવ પટેલનું નામ એસીબીમાં આપવાની જાહેરાત પણ કરી હતી.

kapil mishra


નોંધનીય છે કે કપિલ મિશ્રાનું કહેવું છે કે ટેન્કર કૌભાંડ મામલે તે સરકારને રિપોર્ટ આપી ચૂક્યા છે. પણ આ અંગે કોઇ કાર્યવાહી તે પછી પણ નથી થઇ. જો કે કપિલ મિશ્રાના આરોપને અરવિંદ કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને પોકળ આરોપો ગણાવ્યા છે. ત્યારે એસીબીમાં કપિલ મિશ્રા દ્વારા પુરાવા આપ્યા પછી આ અંગે એસીબી કોઇ કાર્યવાહી કરે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું.

English summary
Kapil mishra visited ACB office, BJP-congress demanding for resignation to Kejriwal.
Please Wait while comments are loading...