રામ મંદિરના મુદ્દે કપિલ સિબ્બલના નિવેદન પર સૌએ હાથ ઊંચા કર્યા

Written By:
Subscribe to Oneindia News

બાબરી મસ્જિદ વિધ્વંસને 25 વર્ષ પૂર્ણ થવાના એક જ દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટમાં રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ સ્વામિત્વ વિવાદ પર સુનવણી કરવામાં આવી હતી. 25 વર્ષ જૂના આ મામલા પર સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોવાળી બેંચ આ મામલાની સુનવણી કરી રહી છે. આ મામલે કોર્ટમાં આગલી સુનવણી 8 ફેબ્રૂઆરી, 2018ના રોજ થશે. સુપ્રીમ કોર્ટમાં થેયલ સુનવણીમાં કપિલ સિબ્બલે કરેલ નિવેદન પર રાજકીય વાતાવરણ ગરમાયું છે.

kapil Sibal

કપિલ સિબ્બલનું નિવેદન

સુન્ની વક્ફ બોર્ડના વકીલ કપિલ સિબ્બલે મંગળવારે થયેલ સુનવણીમાં કહ્યું હતું કે, આ મામલાની સુનવણી વર્ષ 2019ની ચૂંટણી સુધી ટાળવામાં આવે. આ પાછળ તેમણે તર્ક રજૂ કરતાં કહ્યું હતું કે, રામ મંદિર એનડીએના એજન્ડામાં છે, તેમના ઘોષણાપત્રનો ભાગ છે અને આથી આ મામલાની સુનવણી 2019 બાદ થવી જોઇએ. ભાજપ આ મુદ્દાનો ઉપયોગ ચૂંટણીમાં કરી મતોનું ધ્રૂવીકરણ કરી શકે છે. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી અનેકવાર કહી ચૂક્યાં છે કે, વર્ષ 2019 પહેલા રામ મંદિર બની જશે, માટે અદાલતે આ ટ્રેપમાં આવવું નહીં જોઇએ. કપિલ સિબ્બલ અનુસાર, આ કોઇ સંપત્તિનો સામાન્ય મામલો નથી, આ દેશના સેક્યુલર ઢાંચાનો સવાલ છે. ઘણા લાંબા સમયથી આ મામલો ખેંચાઇ રહ્યો છે, પાછલા દશકાથી આ મામલની સુનવણી થઇ રહી છે. આ મુદ્દો દેશના રાજકીય દળોના ઘોષણાપત્રનો મુદ્દો રહ્યો છે, ખાસ કરીને ભાજપનો. ચૂંટણી પહેલાં આ અંગે નિર્ણય લેવો સાંપ્રદાયિક હિંસાને નિમંત્રણ આપવા સમાન છે.

Babri Masjid

કોંગ્રેસ અને સુન્ની વક્ફ બોર્ડ

કપિલ સિબ્બલના આ નિવેદન બાદ વિવાદ શરૂ થયો હતો. ભાજપનો આરોપ હતો કે, કોંગ્રેસ રાજકીય ફાયદા માટે રામ મંદિરનો મુદ્દો અટકાવે છે.જો કે, કોંગ્રેસે આ નિવેદનને કપિલ સિબ્બલનું વ્યક્તિગત મંતવ્ય કહીને હાથ ઊંચા કરી લીધા છે. હવે સુન્ની વક્ફ બોર્ડે પણ આ વાતને ખોટી ગણાવી છે. બુધવારે સુન્ની વક્ફ બોર્ડના હાજી મહેબૂબે કપિલ સિબ્બલના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કપિલ સિબ્બલ અમારા વકીલ છે, પરંતુ એક રાજકીય પક્ષ સાથે પણ જોડાયેલા છે. સુપ્રીમ કોર્ટમાં મંગળવારે તેમણે આપેલ નિવેદન અયોગ્ય હતું. અમે આ મુદ્દાનું બને એટલું જલ્દી સમાધાન ઇચ્છીએ છીએ.

Narendra Modi

પીએમ મોદી

બુધવારે ધંધુકામાં આયોજિત ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં પીએમ મોદીએ પણ આ અંગે કપિલ સિબ્બલને આડે હાથ લેતાં કહ્યું હતું કે, કપિલ સિબ્બલ અયોધ્યા મામલે સુન્ની વક્ફ તરફથી કેસ લડી રહ્યાં છે, એમાં મને કોઇ વાંધો નથી, આ એમનો હક છે. પરંતુ તેઓ એવું કઇ રીતે કહી શકે કે, લોકસભા ચૂંટણી સુધી આ મામલે નિર્ણય લેવામાં ના આવે. અયોધ્યાનો મુદ્દો લોકસભા ચૂંટણીસાથે કઇ રીતે જોડાયેલો છે. રામ મંદિર અંગેનો નિર્ણય તોસુપ્રીમ કોર્ટ કરશે, પરંતુ કોંગ્રેસ પોતાનો ફાયદો-નુકસાન કરી રહી છે. 2019ની ચૂંટણીકોંગ્રેસ લડશે કે સુન્ની વક્ફ બોર્ડ.સાથેજતેમણે સુન્ની વક્ફ બોર્ડના નિવેદનને પણ સમર્થન આપ્યું હતું.

English summary
Kapil Siba statement in Supreme court was wrong says Sunni Waqf Board Haji Mehboob.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.