For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપને હરાવવા કપિલ સિબ્બલે તૈયાર કર્યો રોડમેપ, શું કોંગ્રેસનો ઉદય થઈ શકશે?

ભાજપને હરાવવા કપિલ સિબ્બલે તૈયાર કર્યો રોડ મેપ, શું કોંગ્રેસનો ઉદય થઈ શકશે?

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પોતાના જન્મદિવસના અવસર પર વિપક્ષી દળના નેતાઓને ડિનર પર બોલાવ્યા છે. સિબ્બલના ડિનરમાં ગાંધી પરિવારની ગેરહાજરી હતી જ્યારે કોંગ્રેસના જી-23 સમૂહના નેતા પણ હાજર હતા. કપિલ સિબ્બલે ડિનરના એક દિવસ બાદ ઈન્ડિયા ટુડે ટીવીના સંલ્ટિંગ એડિટર રાજદીપ સરદેસાઈ સાથે વાત કરતાં એક સવાલના જવાબમાં કહ્યું કે આની સાથે ગાંધી પરિવારના કોઈ લેવા-દેવા નથી. જનતા અમને પૂછી રહી છે કે અમે ભાજપના વિરોધી છીએ પરંતુ વિકલ્પ શું છે? હું બસ વાતચીત શરૂ કરવા માંગતો હતો. એક બહુજન સમાજ પાર્ટીને છોડીને બધી જ રાજનૈતિક પાર્ટીઓની હાજરી હતી.

કપિલ સિબ્બલે આગળ કહ્યું કે હવે વિપક્ષી પક્ષોએ એક-બીજા સાથે વાતચીતના રસ્તાઓ ખોલવાનો સમય આવી ગયો છે. અમે કોંગ્રેસી છીએ, આ વાતચીતમાં કોંગ્રેસને બહાર નથી કરવામાં આવી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિપક્ષને એકેજુટ કરવા માટે પહેલ કરી રહ્યા છે. રાહુલ ગાંધીને જે ઠીક લાગી રહ્યું છે તેવું જ તેઓ કરી રહ્યા છે. અમે તેમનું શક્ય તમામ રીતે સમર્થન કરીએ છીએ. સિબ્બલે કહ્યું કે અન્ય રાજનૈતિક પાર્ટીઓ સાથે પણ અમારા સંબંધ છે અને અમે તેમની સાથે પણ અમે ગઠબંધન કરી શકીએ છીએ. કપિલ સિબ્બલે કોંગ્રેસની દુર્દશા અને કાર્યકર્તાઓની નિરાશા પર પણ વાત કરી.

તેમણે કહ્યું કે પાર્ટીમાં સંવાદહીનતા છે. કાર્યકર્તાઓ સાથે વાતચીત નથી થઈ રહી. પાર્ટીના નેતૃત્વ સાથે ખુદ મારી વાત 2019થી નથી થઈ. આજે આપણે 2021માં છીએ. સંવાદહીનતાને સિબ્બલે મોટી ખામી ગણાવી છે. તેમણે કહ્યું કે ઉમર અબ્દુલ્લાએ વિપક્ષને એક સાથે લાવવાની કોશિશને સારી ગણાવતા કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસને 120 સીટ નથી મળતી, ત્યાં સુધી આપણે ભાજપનો વિકલ્પ નહી બની શકીએ, કપિલ સિબ્બલે કહ્યું કે અમે કોંગ્રેસને મજબૂત કરવા માંગીએ છીએ. ભારતના લોકો ભાજપને નથી ઈચ્છતી, તેઓ એક પ્રભાવી વિકલ્પ ઈચ્છે છે અને અમે તેમને આ વિકલ્પ આપવા માંગીએ છીએ.

સરકાર પર વરસ્યા કપિલ સિબ્બલ

સરકાર પર વરસ્યા કપિલ સિબ્બલ

કપિલ સિબ્બલે કહ્યું કે વ્યવસ્થામાં ઘણાબધા અંતર્વિરોધ છે જેને એક મંચ પર આવવા માટે ઉકેલવા પડશે. જ્યાં ત્રણ-ચાર દળોની વાત હોય, ત્યાં એવા ક્ષેત્રોને પહેલાં ચિહ્નિત કરવાના હોય ચે જ્યાં તેમની વચ્ચે સંઘર્ષ ના હોય. કપિલ સિબ્બલ કેન્દ્ર સરકાર પર પણ વરસ્યા અને કહ્યું કે આ સરકારે જેના પર લોકતંત્ર ઉભું હતું તે બધું જ નષ્ટ કરી દીધું છે. ડિનરમાં આ વાતને લઈ ચર્ચા થઈ. આ સરકાર જે નીતિઓ પર ચાલી રહી છે, શું તેનો વિરોધ કરવાનો હું હકદાર નથી? પેટ્રોલ, ડીઝલ અને દૂધના ભાવ ક્યાં પહોંચી ગયા? શું આ કહેવાનો હું હકદાર નથી?

મમતા-યેચુરી જેવા વિરોધાભાસ પૈદા નહીં થાય

મમતા-યેચુરી જેવા વિરોધાભાસ પૈદા નહીં થાય

કપિલ સિબ્બલે વધુમાં કહ્યું કે જ્યારે અમે વાતચીત શરૂ કરીએ ત્યારે અમે આવતી કાલને જોતા હોઈએ છીએ, પાછલી કાલને નહીં. આના પર બધી જ પાર્ટીઓએ સહમતિ દર્શાવી છે. તેમણે કહ્યું કે ભાજપને હરાવવા માટે અમે ફરી એકવાર મળીને કામ કરવાનું નક્કી કરી લેશું તે પછી સીતારામ યેચુરી અને મમતા બેનરજી જેવા વિરોધાભાસ સામે નહી આવે. કપિલ સિબ્બલે જણાવ્યું કે ડિનર દરમિયાન 2024ની લોકશબા ચૂંટણીની સાથે જ 2022ની યુપી વિધાનસભા ચૂંટણી પર પણ ચર્ચા થઈ. તમામ પાર્ટીઓએ કહ્યું કે યુપીમાં ભાજપને હરાવવા માટે સૌથી મજબૂત પક્ષ હોય તેની સાથે ગઠબંધન કરવામાં આવે કેમ કે કોંગ્રેસ ત્યાં બહુમત મેળવવાની ઉમ્મીદ નથી કરી શકતી.

કપિલ સિબ્બલે રોડમેપ બનાવ્યો

કપિલ સિબ્બલે રોડમેપ બનાવ્યો

કપિલ સિબ્બલે એક સવાલના જવાબમાં કહ્યું કે રોડમેપ વિના કોઈ વાતચીત શરૂ ના થઈ શકે. રોડમેપ જણાવતા તેમણે કહ્યું કે લોકોના વિચારો મેળવો, રૂચિની સમાનતા જાણો, આગળ વધો અને જો કોઈપણ પ્રકારનો વિરોધાભાસ હોય તો તેને ઉકલેવાનો પ્રયત્ન કરો. વિપક્ષી પાર્ટીઓનો એકસાથે આવવાનો રોડમેપ છે, 2024માં ભાજપને હરાવવાની છે. સિબ્બલે દુખ વ્યક્ત કરતા એમ પણ કહ્યું કે 125 વર્ષની વિરાસત વાળી કોંગ્રેસ પાસે પાછલા બે વર્ષથી કોઈ અધ્યક્ષ નથી. અધ્યક્ષ વિના કોઈ રાજનૈતિક દળ કેવી રીતે આગળ વધી શકે છે. પાર્ટીનો એક અધ્યક્ષ હોવો જોઈએ.

English summary
Kapil sibbal discussed on roadmap to Unite the opposition parties
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X