હું હવે ક્યારેય પણ જસ્ટિસ દિપક મિશ્રાની કોર્ટમાં નહીં જાઉં

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે તેઓ સુપ્રીમકોર્ટ ના મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રાની કોર્ટમાં કોઈ પણ મામલે પેરવી કરવા નહીં જાય.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે તેઓ સુપ્રીમકોર્ટ ના મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રાની કોર્ટમાં કોઈ પણ મામલે પેરવી કરવા નહીં જાય. તેમને કહ્યું કે જસ્ટિસ દિપક મિશ્રાના બચેલા કાર્યકાલમાં તેઓ તેમની કોર્ટમાં જશે નહીં. આપણે જણાવી દઈએ કે સીજેઆઈ દિપક મિશ્રા વિરૂદ્ધ કોંગ્રેસના 63 સાંસદ પ્રસ્તાવ લઈને આવ્યા છે. જસ્ટિસ દિપક મિશ્રાની કોર્ટમાં કપિલ સિબ્બલ ઘણા અગત્યના મામલાની પેરવી કરી ચુક્યા છે.

kapil sibal

કપિલ સિબ્બલે જણાવ્યું કે જ્યાં સુધી જસ્ટિસ દિપક મિશ્રા રીટાયર નહીં થાય ત્યાં સુધી તેઓ તેમની કોર્ટમાં નહીં જાય કારણકે તેઓ પોતાના પ્રોફેશનમાં ઉચ્ચ માનકોનું પાલન કરે છે. તેમને જણાવ્યું કે જો સીજેઆઈ રીટાયર થવા સુધી કામ કરતા રહે અને કોઈ જાંચ અંગે શરૂઆત કરવામાં આવી તો તેમની કોર્ટમાં કોઈ પણ મામલે તેઓ પેરવી કરવા નહીં જાય.

ચિદંબરમના સવાલ પર આપ્યો જવાબ
જયારે કપિલ સિબ્બલને પૂછવામાં આવ્યું કે આખરે કેમ તેમના સાથી પી ચિદંબરમ સહીત ઘણા લોકોએ સીજેઆઈ વિરુદ્ધ પ્રસ્તાવ પર સહી કેમ નથી કરી. તેના જવાબમાં તમને જણાવ્યું કે અમે પી ચિદંબરમને આ પ્રસ્તાવ પર સહી કરવા માટે ના પાડી હતી કારણકે તેમના કેટલાક કેસ કોર્ટ માં છે અને હું તેમનો વકીલ છું. સિબ્બલે જણાવ્યું કે આ ચિદંબરમ માટે નુકશાનકારક છે કારણકે હું તેમના માટે હવે કોર્ટમાં નહીં જાઉં.

ચેરમેન પાસે નથી અધિકાર
સીજેઆઈ વિરુદ્ધ પ્રસ્તાવ જો રાજ્યસભા ચેરમેને રદ કરી દીધો તો શુ કરશે તેના જવાબમાં તેમને જણાવ્યું કે તેમની પાસે આવા કોઈ અધિકાર નથી. આ જજ એક્ટ હેઠળ કમિટી પર આધાર રાખશે કે તેઓ જજો વિરુદ્ધ જાંચ મામલે કેવી કાર્યવાહી કરે છે. તેઓ મામલો રદ નથી કરી શકતા તેઓ પ્રક્રિયા પર નિર્ણય લઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X