કારગીલ વિજય દિવસ : દ્રાસમાં ઉજવાયો કંઇક આ રીતે

Written By:
Subscribe to Oneindia News

ભારત અને પાકિસ્તાનની વચ્ચે વર્ષ 1999માં કારગીલ યુદ્ધ થયું હતું. આ યુદ્ધ 16 માર્ચ થી 26 જુલાઈ સુધી ચાલ્યું હતું, જેમાં 26 જુલાઇ, 1999ના રોજ ભારતે જીત મેળવી હતી. તેથી આ દિવસને કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ જીત અને શહીદોને યાદ કરવા દેશભરમાં ઘણા કાર્યક્રમો યોજવામાં આવે છે. આ જીતને 26 જુલાઇ, 2017ને બુધવારના રોજ 18 વર્ષ પુરા થયા છે. આ દિવસે કાશ્મીરના દ્રાસ ખાતે કારગીલ યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા દ્રાસ વૉર મેમોરિયલમાં એક સમારોહ યોજાયો હતો. આ મેમોરિયલ આપણા એ વીર શહીદોની યાદમાં બંધાવવામાં આવ્યો છે, જેમણે આ યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવીને આપણા દેશની રક્ષા કરી છે. દર વર્ષે દ્રાસ વૉર મેમોરિયલ ખાતે કારગીલ વિજયની ઉજવણી કરવામાં આવે છે.

kargil vijay diwas

આ યુદ્ધ ભારતના કાશ્મીરના કારગીલ વિસ્તારમાં થયુ હતો. આ જીત ભારત માટે એટલા માટે ખાસ છે કારણ કે, પાકિસ્તાની સેનાએ ત્યારે ભારતની ઊંચી ચોકી પર કબજો મેળવી ચૂકી હતી અને તે નીચેથી ઉપરથી તરફ ચઢતા આપણા તમામ સૈનિકોને જોઇ શકતી હતી. આમ છતાં ભારતીય સેનાએ અદમ્ય સાહસ બતાવીને પાકિસ્તાનથી તે ભારતીય ચોકી પાછી મેળવી હતી. આ સ્થળને મેળવવા માટે હાથ ધરાયેલ અભિયાનને ભારતના સૌનિકોએ "ઑપરેશન વિજય" નામ આપ્યું હતું. આ યુદ્ધમાં ભારતે પોતાના 500થી પણ વધારે સૌનિકો ગુમાવ્યા હતા, પરંતુ અંતે વિજય પ્રાપ્ત થયો હતો. આ યુદ્ધને દુનિયાના સૌથી ઊંચાઈએ થયેલ યુદ્ધોની સૂચિમાં સ્થાન મળ્યું છે. આપણા સેનાનીઓ અને તેમની વીરતાને સલામ.

English summary
Wreath laying ceremony held to pay tribute to soldiers who lost lives in Kargil War at Dras War Memorial on Kargil Vijay Diwas news in Gujarati.
Please Wait while comments are loading...