For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યેદિયુરપ્પા સરકાર મુશ્કેલીમાં, બહુમત સાબિત કરવા સુપ્રિમે આપ્યો કાલે 4 વાગ્યા સુધીનો સમય

બહુમત આંકડો હોવાના ભાજપના દાવા પર સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે કાલે સાંજે 4 વાગે સદનમાં બહુમત સાબિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

બહુમત આંકડો હોવાના ભાજપના દાવા પર સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે કાલે સાંજે 4 વાગે સદનમાં બહુમત સાબિત કરવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યપાલે યેદિયુરપ્પાને 15 દિવસનો સમય બહુમત સાબિત કરવા માટે આપ્યો હતો. બંને તરફના વકીલોની દલીલો બાદ સુપ્રિમ કોર્ટે આ નિર્દેશ આપ્યો. ત્રણ જજોની ખંડપીઠમાં જસ્ટીસ એકે સીકરીએ ભાજપના વકીલની દલીલો પર કેટલીક કડક ટીપ્પણીઓ પણ કરી.

કોર્ટે કહ્યુ એક જ ઉપાય છે

કોર્ટે કહ્યુ એક જ ઉપાય છે

જસ્ટીસ સીકરીએ કહ્યુ કે આ વિવાદનો વ્યવહારિક ઉકેલ એકમાત્ર ઉપાય છે. માટે તેમણે ભાજપના વકીલને કહ્યુ કે તેઓ કાલે સાંજે 4 વાગ્યા સુધી બહુમત સાબિત કરે નહિતર યેદિયુરપ્પાના શપથગ્રહણની કાયદાકીયતા પર સુપ્રિમ કોર્ટ સુનાવણી શરૂ કરશે.

કાલે સાંજે 4 વાગ્યા સુધી સાબિત કરવો પડશે બહુમત

કાલે સાંજે 4 વાગ્યા સુધી સાબિત કરવો પડશે બહુમત

આ પહેલા કોંગ્રેસના વકીલ અભિષેક મનુ સિંઘવી અને જેડીએસના વકીલ કપિલ સિબ્બલે કહ્યુ કે તેમને ગઠબંધન પહેલા રાજ્યપાલને ધારાસભ્યોના હસ્તાક્ષર સાથે સમર્થનનો પત્ર આપ્યો હતો માટે તેમને પહેલા બહુમત સાબિત કરવાની તક મળવી જોઈએ અને તે ગમે ત્યારે બહુમત સાબિત કરવા માટે તૈયાર છે.

કપિલ સિબ્બલે કરી હતી માંગ

કપિલ સિબ્બલે કરી હતી માંગ

આના પર ભાજપના વકીલ તુષાર મહેતાનો દાવો હતો કે રાજ્યપાલને ધારાસભ્યોના હસ્તાક્ષરવાળો કોઈ પત્ર મળ્યો નથી. તેમણે દાવો કર્યો કે પત્ર પર માત્ર મોટા નેતાઓના હસ્તાક્ષર હતા. તુષાર મહેતાએ કપિલ સિબ્બલના દાવા પર સવાલ ઉભા કર્યા.

સુપ્રિમ કોર્ટે ખારિજ કરી એંગ્લો ઈન્ડિયની સભ્યપદની માંગ

સુપ્રિમ કોર્ટે ખારિજ કરી એંગ્લો ઈન્ડિયની સભ્યપદની માંગ

આ દરમિયાન સુપ્રિમ કોર્ટે યેદિયુરપ્પા સરકાર તરફથી એક એંગ્લો ઈન્ડિયન સમુદાયના ધારાસભ્યના સભ્યપદ પર રોક લગાવી દીધી છે. સરકારની કોશિશ હતી કે એક સભ્યપદને લઈને બહુમતના આંકડાની નજીક આવી જવાય પરંતુ સુપ્રિમ કોર્ટે આના પર પણ રોક લગાવી દીધી છે.
ભાજપના વકીલ મુકુલ રોહતગી સુપ્રિમ કોર્ટના કાલે બહુમત સાબિત કરવાની વાતથી સંમત નથી. તેમનું કહેવુ છે કે બહુમત સાબિત કરવા માટે વધુ સમય મળવો જોઈએ જેને સુપ્રિમ કોર્ટે ખારિજ કરી દીધો.

English summary
karnataka assembly election 2018 supreme court tells bs yeddyurappa govt to prove majority
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X