For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં કોંગ્રેસને રોકવા માટે બીજેપી અને જેડીએસ પ્લાન

કર્ણાટક વિધાનસભા ઈલેક્શન માટે બીજેપી અને કોંગ્રેસ બંને જોરદાર તૈયારીઓ કરી રહ્યું છે. આ વચ્ચે બીજેપી અને જેડીએસ વચ્ચે સેટિંગ થવાની પણ ચર્ચાઓ થઇ રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટક વિધાનસભા ઈલેક્શન માટે બીજેપી અને કોંગ્રેસ બંને જોરદાર તૈયારીઓ કરી રહ્યું છે. આ વચ્ચે બીજેપી અને જેડીએસ વચ્ચે સેટિંગ થવાની પણ ચર્ચાઓ થઇ રહી છે. ખાસ કરીને સેટિંગની અસર દક્ષિણ કર્ણાટકના વિસ્તારોમાં થવાની વાત ચર્ચાઈ રહી છે. ખરેખર બીજેપી કર્ણાટકમાં કોંગ્રેસને હરાવવા માટે જેડીએસ ની મદદ કરી રહી છે. બીજેપીના એક સિનિયર નેતાએ મંડ્યા માં જણાવ્યું કે દક્ષિણ કર્ણાટકમાં તેમની સંગઠન એટલું મજબૂત નથી. અમારી પાસે એવા ખુબ જ ઓછા નેતા છે જેઓ વોકાલિંગા સમુદાયથી આવે છે. પરંતુ અહીં અમે કોંગ્રેસને નુકશાન પહોંચાડી શકીયે છે અને અમારું લક્ષ્ય પણ તે છે. જે સીટો પર અમે નહીં જીતી સકતા ત્યાં કાર્યકર્તાઓને જેડીએસ મારે સપોર્ટ કરવાનું કહેવામાં આવ.શે જેના કારણે જો અમે નહીં જીતી શકીયે તો કોંગ્રેસ પણ નહીં જીતી શકે.

બીજેપી અને જેડીએસ વચ્ચે દોસ્તીની ચર્ચા

બીજેપી અને જેડીએસ વચ્ચે દોસ્તીની ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી જેડીએસ સામે દોસ્તીનો હાથ વધાર્યા પછી રાજનૈતિક ચર્ચાઓ ગરમાઈ ચુકી છે. જ્યાં બીજી તરફ પૂર્વ પ્રધાનમંત્રી અને જેડીએસ નેતા એચડી દેવગૌડા જાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા છે. તેમને લોકસભામાં પોતાના બની રહેવાનો શ્રેય નરેન્દ્ર મોદીને આપ્યો હતો.

પીએમ મોદીના વખાણ

પીએમ મોદીના વખાણ

કર્ણાટકમાં થવા જઈ રહેલા વિધાનસભા ઈલેક્શન પહેલા એચડી દેવગૌડા તરફથી નરેન્દ્ર મોદી માટે જે પ્રકારે વખાણ કરવામાં આવી રહ્યા હતા તેનાથી જ ચર્ચાઓ શરૂ થઇ ચુકી હતી. દેવગૌડા ઘ્વારા પીએમ મોદીના બોલવાના અંદાઝના વખાણ કર્યા હતા. તેમને કહ્યું હતું કે પીએમ મોદી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇ કરતા પણ વધારે સારું બોલે છે. થોડા સમય પહેલા એચડી દેવગૌડા અને રેલ મંત્રી પિયુષ ગોયલ વચ્ચે મુલાકાત થઇ હતી. ત્યારપછી તેમની વચ્ચે તાલમેલ વિશે અંદાઝો લગાવવામાં આવી રહ્યો હતો. આ વચ્ચે એવી પણ અફવાહો ઉડી હતી કે જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે પણ જોડાણ થઇ શકે છે. પરંતુ એચડી દેવગૌડા ઘ્વારા આ વાતથી સાફ ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો.

કોંગ્રેસ લગાવી રહી છે આરોપ

કોંગ્રેસ લગાવી રહી છે આરોપ

કોંગ્રેસ સતત જેડીએસ પર બીજેપી ટીમ હોવાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસ આ સંદેશ મોકલી મુસ્લિમ સંગઠનના એક હાથે વોટ લેવા માંગે છે અને તેમાં તેઓ સફળ થતા પણ દેખાઈ રહ્યા છે. આજ કારણે હાલમાં મુસ્લિમ સંગઠન જેડીએસ ને શંકાની નજરે જુએ છે.

ઓલ્ડ મૈસુર ગણિત

ઓલ્ડ મૈસુર ગણિત

મૈસુર શહેર માં 11 વિધાનસભા સીટ આવે છે. પરંતુ ઓલ્ડ મૈસુર નામે જે વિસ્તાર છે તેના હેઠળ 8 જિલ્લા અને 52 વિધાનસભા સીટો આવે છે. આ વિસ્તારની ઓળખ પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા પાર્ટી જેડીએસ ગઢ તરીકે થાય છે. છેલ્લા વિધાનસભા ઈલેક્શનમાં જેડીએસ પાસે 40 સીટો હતી, જેમાંથી 20 સીટો તેમને ઓલ્ડ મૈસુર ઘ્વારા મળી હતી. આ વિસ્તારમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે મુકાબલો થતો રહે છે. બીજેપી અને કમજોર છે કારણકે બીજેપી વોટબેન્ક મનાતું લિંગાયત સંખ્યા અહીં ખુબ જ ઓછી છે.

જાતીય સમીકરણ

જાતીય સમીકરણ

રાજ્યની રાજનીતિમાં લિંગાયત અને વોકકાલિંગા બંને જાતિઓની દબદબો છે. સામાન્ય રીતે લિંગાયત ઉતરી કર્ણાટકમાં પ્રભાવશાળી જાતિઓમાં આવે છે. રાજ્યના દક્ષિણમાં પણ લિંગાયત લોકો રહે છે. પરંતુ વોકકાલિંગા દક્ષિણ કર્ણાટક ની પ્રભાવશાળી જાતિ છે.

English summary
Karnataka Assembly Elections: understand the tie equation of bjp-jds in south karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X