For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ ભાજપની આજે બેઠક, યેદિયુરપ્પા ચૂંટાશે મુખ્યમંત્રી

આજે રાજધાની બેંગલુરુમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક થવાની છે જ્યાં બીએસ યેદિયુરપ્પાને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટક વિધાનસભામાં મંગળવારે ફ્લોર ટેસ્ટમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન પોતાની સરકાર બચાવી ન શક્યુ. આ સાથે જ બે સપ્તાહથી ચાલી રહેલ કર્ણાટકના રાજકીય નાટર પર હાલ માટે બ્રેક લાગી ગઈ છે. તમને જણાવી દઈએ કે ફ્લોર ટેસ્ટમાં 14 મહિના જૂની કુમારસ્વામી સરકાર વિધાનસભામાં વિશ્વાસમત દરમિયાન જરૂરી બહુમત સાબિત કરી શકી નહિ. 224 સભ્યોની કર્ણાટક વિધાનસભામાંથી કુમારસ્વામી સરકારના પક્ષમાં માત્ર 99 મત પડ્યા જ્યારે વિપક્ષમાં 105 મત પડ્યા.

bs yeddyyurappa

કુમારસ્વામી સરકાર પડી ભાંગ્યા બાદ ભાજપના કાર્યાલયમાં ઉજવણીનો માહોલ છે. હવે માનવામાં આવી રહ્યુ છે કે ભાજપ કર્ણાટકના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પા, કર્ણાટકના નવા મુખ્યમંત્રી બની શકે છે. ભાજપ આગામી 2 દિવસમાં રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. આજે રાજધાની બેંગલુરુમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક થવાની છે જ્યાં બીએસ યેદિયુરપ્પાને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવશે. અટકળો લગાવવામાં આવી રહી છે કે યુદિયુરપ્પા શુક્રવારે જ મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.

વળી, આ પહેલા કુમારસ્વામીની સરકાર પડી ભાંગ્યા બાદ પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ, 'આ લોકતંત્રની જીત છે. લોકો કુમારસ્વામી સરકારથી કંટાળી ગયા હતા. હું કર્ણાટકની જનતાને વિશ્વાસ અપાવા ઈચ્છુ છુ કે હવે વિકાસનો નવો યુગ શરૂ થશે. અમે ખેડૂતોને ભરોસો અપાવીએ છીએ કે આવનારા દિવસોમાં અમે તેમને વધુ મહત્વ આપીશુ. અમે ટૂંક સમયમાં આના પર નિર્ણય કરીશુ.'

આ પણ વાંચોઃ કર્ણાટકના નાટકનો અંત, 14 મહિનામાં જ કુમારસ્વામી સરકાર પડી ભાંગીઆ પણ વાંચોઃ કર્ણાટકના નાટકનો અંત, 14 મહિનામાં જ કુમારસ્વામી સરકાર પડી ભાંગી

English summary
karnataka bjp likely to elect bs yeddyyurappa cm today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X