For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ મુખ્યમંત્રી બનતા જ યેદિયુરપ્પાએ લીધા તાબડતોબ નિર્ણયો

કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ત્રણ વાર રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી બનતા જ બે મોટા એલાન કરી દીધા.

|
Google Oneindia Gujarati News

કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ત્રણ વાર રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા બીએસ યેદિયુરપ્પાએ એક વાર ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લીધા. બીએસ યેદિયુરપ્પાને રાજ્યપાલ વજુભાઈ વાળાએ પદ તેમજ ગોપનીયતાના શપથ અપાવ્યા. શપથ લીધા બાદ પ્રેસ કૉન્ફરન્સમાં યેદિયુરપ્પાએ કહ્યુ કે, 'હું રાજ્યના લોકોને ધન્યવાદ કહુ છુ જેમણે મને મુખ્યમંત્રી બનવાનો અવસર આપ્યો. મારુ મુખ્યમંત્રી પદ રાજ્યના લોકોનું સમ્માન છે.'

ખેડૂત સમ્માન નિધિના બે હપ્તા આપશે

ખેડૂત સમ્માન નિધિના બે હપ્તા આપશે

યેદિ સરકાર બહુમત સિદ્ધ કરવા પર બોલતા યેદિયુરપ્પાએ કહ્યુ કે સોમવારે એટલે કે 29 જુલાઈના રોજ હું સવારે 10 વાગે વિધાનસભામા બહુમત સાબિત કરીશ અને નાણા બિલ પાસ કરીશ. યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી બનતા જ બે મોટા એલાન કરી દીધા. યેદિયુરપ્પાએ ખેડૂત સમ્માન નિધિ હેઠળ અપાતી 6 હજાર રૂપિયાની વાર્ષિક રકમના એક હપ્તામાં 4 હજાર રૂપિયા આપવાની ઘોષણા કરી. વળી, વણકરોની 100 કરોડની લોન માફ કરવાની ઘોષણા કરી.

અમે સારી રીતે બતાવીશુ કે અમારી સરકાર..

અમે સારી રીતે બતાવીશુ કે અમારી સરકાર..

યેદિયુરપ્પાએ કહ્યુ કે ગઈ સરકારમાં ગર્વનન્સ નહોતુ. અમારે આનુ સમાધાન કરવાની જરૂર છે. અમે સારી રીતે બતાવીશુ કે અમારી સરકાર, ગઈ સરકારથી કઈ રીતે અલગ છે. તેમણે કહ્યુ કે બદલાની રાજનીતિ નહિ કરુ. અમે બધુ ભૂલીને આગળ વધીશુ. યેદિયુરપ્પાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. વળી, પોતાની કેબિનેટની રચના પર વાત કરતા યેદિયુરપ્પાએ કહ્યુ કે હું અમિત શાહજી અને અન્ય નેતાઓ સાથે ચર્ચા કરીશ. જો જરૂર પડી તો હું કાલે દિલ્લી જઈશ, અમે બાદમાં નિર્ણય લઈશુ.

આ પણ વાંચોઃ ગુરુકુળમાં ભણતા બે બાળકોની મોત મામલે આસારામ અને નારાયણ સાંઈને ક્લીન ચિટઆ પણ વાંચોઃ ગુરુકુળમાં ભણતા બે બાળકોની મોત મામલે આસારામ અને નારાયણ સાંઈને ક્લીન ચિટ

સોમવારે બહુમત સિદ્ધ કરીશુ

સોમવારે બહુમત સિદ્ધ કરીશુ

યેદિયુરપ્પા મંગળવારે એચડી કુમારસ્વામીની સરકાર પડી ગયાના બે દિવસ બાદ જ રાજ્યપાલ વજુભાઈએ શુક્રવારે યેદિયુરપ્પાને કર્ણાટકના 25માં સીએમ રૂપે શપથ અપાવ્યા. હાલમાં માત્ર યેદિયુરપ્પાએ જ શપથ લીધા છે અને કોઈ પણ મંત્રીને શપથ અપાવવામાં આવ્યા નથી. શપથગ્રહણ બાદ યેદિયુરપ્પાએ કહ્યુ કે તે સોમવારે સવારે 10 વાગે સંસદમાં બહુમત સાબિતકરશે. જો કે રાજ્યપાલે તેમને બહુમત સાબિત કરવા માટે 31 જુલાઈ સુધીનો સમય આપ્યો છે.

English summary
Karnataka CM BS Yediyurappa says I will provide two installments of Prime Minister Kisan Scheme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X