For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ-જેડીએસ વચ્ચે તકરારના સવાલ પર ભડક્યા કુમારસ્વામી, બોલ્યા ફેક ન્યૂઝ

કર્ણાટકના મુખ્યમંત્રીની શપથ લેતા પહેલા કોંગ્રેસ-જેડીએસ વચ્ચે તકરારના સમાચારો પર કુમારસ્વામીએ કહ્યું કે આ ખોટા સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના મુખ્યમંત્રીની શપથ લેતા પહેલા કોંગ્રેસ-જેડીએસ વચ્ચે તકરારના સમાચારો પર કુમારસ્વામીએ કહ્યું કે આ ખોટા સમાચાર છે. કુમારસ્વામીને જ્યારે કોંગ્રેસ-જેડીએસ વચ્ચે તકરાર વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે પૂછ્યુ કે તમને આ કોણે કહ્યુ, આ ખોટા સમાચાર છે, આ બિલકુલ યોગ્ય નથી. તેમણે કોઈ પણ પ્રકારની તકરારનો ઈનકાર કરતાં કહ્યુ કે બંને પક્ષો વચ્ચે બધુ બરાબર છે.

kumar

તમને જણાવી દઈએ કે કુમારસ્વામી બુધવારે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે અને કર્ણાટકની સત્તા સંભાળશે. કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા બાદ કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાનું એલાન કર્યુ હતુ. ત્યારબાદ કુમારસ્વામીનું મુખ્યમંત્રી બનવાનું નક્કી થઈ ગયુ હતુ. પરંતુ આ દરમિયાન જે રીતે ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર યેદુરપ્પાએ પોતાની દાવેદારી કરી અને શપથ ગ્રહણ કર્યા તે બાદ સુપ્રિમે 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટનો ચૂકાદો સંભળાવ્યો.

સુપ્રિમ કોર્ટના ફ્લોર ટેસ્ટના ચૂકાદા બાદ યેદુરપ્પાએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ અને કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો. તમને જણાવી દઈએ કે કુમારસ્વામીએ આજે તિરુપતિ મંદિરમાં ભગવાનના દર્શન કર્યા, ત્યારબાદ તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. માનવામાં આવી રહ્યુ છે કે આ મુલાકાત દરમિયાન કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસની મિલીઝૂલી સરકારથી જોડાયેલા ઘણા મુદ્દાઓ પર વાત કરવામાં આવી શકે છે.

English summary
karnataka cm designate kumaraswamy rejects reports of resentment within congress jds
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X