Siddaramaiah Oath-Taking Ceremony: કર્ણાટકના 30માં CM તરીકે શપથ લેશે સિદ્ધારમૈયા, 20 ધારાસભ્ય બનશે મંત્રી

Karnataka CM Swearing-In Ceremony: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની પ્રચંડ જીતના બરાબર એક અઠવાડિયા પછી સિદ્ધારમૈયા આજે એટલે કે શનિવારે (20 મે)ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.

સિદ્ધારમૈયા આજે કર્ણાટકના 30માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કર્ણાટક કોંગ્રેસના ડીકે શિવકુમાર ઉપ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. વળી, 20થી વધુ ધારાસભ્યો પદના શપથ લઈ શકે છે.

Siddaramaiah

કર્ણાટકનો શપથ ગ્રહણ સમારંભ 20 મેના રોજ બપોરે 12.30 કલાકે બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં યોજાશે. જે માટેની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ એ જ જગ્યા છે જ્યાં સિદ્ધારમૈયાએ 2013માં પહેલીવાર કર્ણાટકના સીએમ તરીકે શપથ લીધા હતા.

ઘણા દિવસોની ચર્ચા-વિચારણા પછી, કોંગ્રેસે 18 મે 2023ના રોજ જાહેરાત કરી કે પક્ષના નેતા સિદ્ધારમૈયા આગામી મુખ્યમંત્રી હશે અને શિવકુમાર ઉપ મુખ્યમંત્રી હશે. ડીકે શિવકુમાર લોકસભા ચૂંટણી સુધી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પણ ચાલુ રહેશે.

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે 18 મેના રોજ મુખ્યમંત્રી-નિયુક્ત સિદ્ધારમૈયાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યુ હતુ.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ શપથ ગ્રહણ સમારંભ માટે દેશભરના ઘણા વિપક્ષી નેતાઓ અને સમાન વિચારધારાવાળા પક્ષોના નેતાઓને આમંત્રણ આપ્યુ છે, જે એકતા માટેના પ્રયત્નો વચ્ચે એક શક્તિ પ્રદર્શન હશે. 2024ની લોકસભા ચૂંટણીમાં આ વિપક્ષી પાર્ટીઓ સત્તાધારી ભાજપને ટક્કર આપવાની તૈયારી કરી રહી છે.

ખડગેએ તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, બિહારના સીએમ નીતિશ કુમાર અને તેમના ડેપ્યુટી તેજસ્વી યાદવ, એનસીપીના વડા શરદ પવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપ્યું છે. નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લા અને ઝારખંડના સીએમ હેમંત સોરેનને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X