For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કર્ણાટકનું સંકટ વધ્યુ, જાણો શું છે બહુમતનું ગણિત

કર્ણાટકના 15 બાગી ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટના ચુકાદાએ કુમારસ્વામી સરકારની મુશ્કેલીઓને વધારી દીધી છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના 15 બાગી ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટના ચુકાદાએ કુમારસ્વામી સરકારની મુશ્કેલીઓને વધારી દીધી છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ કે ફ્લોર ટેસ્ટમાં શામેલ થવા માટે રાજીનામુ આપી ચૂકેલા બાગી ધારાસભ્યોને બાધ્ય ન કરી શકાય. જો કે કોર્ટે એ પણ કહ્યુ કે બાગી ધારાસભ્યોના રાજીનામા પર વિધાનસભા સ્પીકર પોતાના વિવેકથી નિર્ણય લઈ શકે છે. હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ બધાની નજર ગુરુવારે થનારા ફ્લોર ટેસ્ટ પર છે જ્યારે સીએમ કુમારસ્વામી વિધારસભામાં બહુમત સાબિત કરવા પહોંચશે. આવો જાણીએ ફ્લોર ટેસ્ટ દરમિયાન શું સ્થિતિ બની શકે છે.

આ પણ વાંચોઃ કર્ણાટકના બાગી ધારાસભ્યો પર આવ્યો સુપ્રીમ કોર્ટનો ચુકાદો, જાણો ચુકાદાની મહત્વની વાતોઆ પણ વાંચોઃ કર્ણાટકના બાગી ધારાસભ્યો પર આવ્યો સુપ્રીમ કોર્ટનો ચુકાદો, જાણો ચુકાદાની મહત્વની વાતો

બહુમત માટે જોઈએ 113ની સંખ્યા

બહુમત માટે જોઈએ 113ની સંખ્યા

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વિધાનસભા સ્પીકરે 16 બાગી ધારાસભ્યોના રાજીનામા પર નિર્ણય લેવાનો છે. એ તેમના વિવેક પર નિર્ભર કરે છે કે તે શું નિર્ણય લે છે. જો કે સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યુ કે ધારાસભ્યોના રાજીનામા સ્વીકારાવા જોઈએ. રાજીનામુ આપનાર ધારાસભ્યોમાં 13 કોંગ્રેસના અને 3 જેડીએસના છે. કર્ણાટક વિધાનસભામાં સભ્યોની સંખ્યા પર નજર નાખીએ તો કુલ સંખ્યા 225 છે, આમાં સ્પીકર અને એક નોમિનેટેડ સભ્ય પણ શામેલ છે. સત્તામાં જળવાઈ રહેવા માટે સીએમ કુમારસ્વામીને 113 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. કોંગ્રેસ (78), જેડીએસ (37) અને બસપા (1)ની મદદથી કુમારસ્વામી સરકાર પાસે અત્યારે 116 ધારાસભ્ય છે. જ્યારે 16 ધારાસભ્ય બાગી બનીને વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામુ આપી ચૂક્યા છે.

બાગી ધારાસભ્યોના રાજીનામા મંજૂર થયા તો...

બાગી ધારાસભ્યોના રાજીનામા મંજૂર થયા તો...

હવે જો સ્પીકર આ બાગી ધારાસભ્યોના રાજીનામા મંજૂરી કરી લે તો સરકારને બહુમત માટે 105 ધારાસભ્યોની જરૂર પડશે. પરંતુ ત્યારે સરકાર પાસે 100 ધારાસભ્યોનું જ સમર્થન રહેશે. એવામાં કુમારસ્વામી સરકાર પડી શકે છે. તમને જણાવી દઈએ કે ભાજપ પાસે 105 ધારાસભ્ય છે અને બે અપક્ષ ધારાસભ્યોનું પણ સમર્થન મળેલ છે.

અયોગ્ય ગણાવા પર શું થશે?

અયોગ્ય ગણાવા પર શું થશે?

જો સ્પીકર બાગી ધારાસભ્યોને અયોગ્ય ગણાવે તો પણ બહુમત માટે 105 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. તે સમયે કુમારસ્વામી પાસે 100 ધારાસભ્યોનું જ સમર્થન જ હશે અને આ સ્થિતિમાં પણ કોંગ્રેસ-જેડીએસના નેતૃત્વવાળી કુમારસ્વામી સરકાર પડી જશે.

સરકાર વિરુદ્ધ વોટિંગ કર્યુ તો

સરકાર વિરુદ્ધ વોટિંગ કર્યુ તો

જો 16 બાગી ધારાસભ્યો ફ્લોર ટેસ્ટ દરમિયાન સરકાર સામે વોટિંગ કરે તો સરકારના પક્ષમાં 100 મતો જ પડશે. આ સંખ્યા બહુમત માટે જરૂરી 113ના આંકડાથી ઓછી હશે. કુમારસ્વામી સરકાર વિશ્વાસ મત ગુમાવી દેશે અને સરકાર સામે વોટ કરનાર બાગીઓનું સભ્યપદ રદ થઈ જશે.

વિશ્વાસમત દરમિયાન બાગી ધારાસભ્યોના ગેરહાજર રહેવા પર

વિશ્વાસમત દરમિયાન બાગી ધારાસભ્યોના ગેરહાજર રહેવા પર

જો બાગી ધારાસભ્ય વિશ્વાસમત દરમિયાન વિધાનસભામાં હાજર ન થાય તો 209ની સંખ્યામાં એટલે કે ત્યારે પણ બહુમત માટે 105 ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે. પરંતુ બાગી ધારાસભ્યોની ગેરહાજરીમાં સરકાર પાસે 100 ધારાસભ્યોનું સમર્થન જ હશે અને સરકાર પડી જશે. તમને જણાવી દઈએ કે ગુરુવારે કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટ થશે.

English summary
karnataka crisis: what numbers says ahead of floor test of kumaraswamy government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X